ETV Bharat / bharat

કેન્દ્ર સરકાર બે લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન આધારિત રાહત પેકેજ આપશે - મેન્યુફેક્ચરિંગનું હબ

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ નિર્ણયો અંગે માહિતી આપી હતી.

કેન્દ્ર સરકાર બે લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન આધારિત રાહત પેકેજ આપશે

author img

By

Published : Nov 11, 2020, 8:31 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ભારતને ગ્લોબલ ચેમ્પિયન બનાવવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય પ્રધાન મંડળ સિવાય આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠક અલગથી મળી હતી, જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. દેશમાં ઉત્પાદન જીડીપી માત્ર 16 ટકા છે, તેને વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારતને મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવું છે. આ માટે ઘણા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે, પરંતુ વધારે સફળતા મળી નથી. તેને વધારવા માટે મોદી સરકારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

જાવડેકરે વધુમાં જણાવ્યું કે, દેશમાં ઉત્પાદનના 10 મોટા ક્ષેત્રોમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન આપવામાં આવશે. આ રકમ આશરે બે લાખ કરોડ રૂપિયા હશે. આનાથી ઉત્પાદન, રોજગાર અને નિકાસ વધારવામાં મદદ મળશે.

ઉત્પાદન આધારિત પ્રોત્સાહક રકમની અંદાજીત વિગતો આપતા જાવડેકરે જણાવ્યું કે, સીધા ઉત્પાદન અને રોકાણ બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ 10 ક્ષેત્રમાં નાણાકીય સહાય રૂપે 4, 5, 6 ટકા ઉત્પાદન આધારિત પ્રોત્સાહક રકમ પ્રદાન કરવામાં આવશે. તેમણે આ 10 ઉત્પાદન ક્ષેત્રના નામ પણ સૂચિબદ્ધ કર્યા હતા.

  • એડવાન્સ કેમિસ્ટ્રી અને સેલ બેટરી રૂ. 18,100 કરોડ
  • ઇલેક્ટ્રોનિક અને ટેકનોલોજી પ્રોજેક્ટ 5000 કરોડ
  • ઓટોમોબાઈલ્સ અને ઓટો કમ્પોનન્ટ રૂ. 57 હજાર કરોડ
  • ફાર્મા અને ડ્રગ્સ 15 હજાર કરોડ
  • ટેલિકોમ એન્ડ નેટવર્કિંગ રૂ. 12 હજાર કરોડ
  • કાપડ અને ખાદ્ય પદાર્થો 10 હજાર કરોડ
  • 4500 કરોડ રૂપિયા સોલર ટેકનોલોજી
  • એસી અને એલઈડી 6200 કરોડ રૂપિયા
  • સ્પેશ્યાલીટી સ્ટીલ 6300 કરોડ રૂપિયા

તેમણે કહ્યું કે, આથી આત્મનિર્ભર ભારત અભિયાનને મદદ મળશે. સ્વદેશી મોબાઇલ કંપની વિશે વાત કરતા જાવેડકરે જણાવ્યું કે, વિદેશી મોબાઇલની કેટલીક કંપનિઓ ભારત આવી છે. કેન્દ્ર સરકારના નિર્ણયથી લાવા, માઈક્રોમેક્સ, ઝેન જેવી કંપનીને લાભ મળશે. સરકારની કલ્પના ભારતને ગ્લેબલ ચેમ્પિયન બનાવવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.