ETV Bharat / bharat

Karnataka Crime News : બેંગલુરુમાં 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, 4 વોકી-ટોકી અને 7 પિસ્તોલ મળી આવી -

સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) પોલીસે બેંગ્લુરુમાં મોટા વિસ્ફોટની યોજના ઘડનારા પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. સીબીસી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં વધુ બે લોકોની શોધ ચાલી રહી છે. બેંગલુરુના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 19, 2023, 3:39 PM IST

બેંગલુરુ : સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) એ કર્ણાટકના બેંગલુરુમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, તેમના કબજામાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. તમામ પાંચ શંકાસ્પદ આતંકવાદીઓ કર્ણાટકની રાજધાની બેંગલુરુના અલગ-અલગ વિસ્તારના છે. એવી શંકા છે કે આ લોકો બેંગલુરુમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. પાંચેયની ઓળખ સૈયદ સુહેલ, ઉમર, જાનીદ, મુદાસિર અને ઝાહિદ તરીકે થઈ છે. આ તમામ 2017માં થયેલી હત્યાની ઘટનામાં આરોપી છે. આ તમામ પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં હતા, જ્યાં તેઓ આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. માહિતીના આધારે એક ટીમે દરોડા પાડીને શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.

  • #WATCH | Karnataka: Bengaluru, Police Commissioner, B Dayananda on five suspected terrorists arrested by CCB says, "CCB has succeeded in tracking down the people who planned to commit acts of vandalism in Bangaluru city. Five accused have been arrested....Seven pistols, many live… pic.twitter.com/nNlBWpIiXK

    — ANI (@ANI) July 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આરોપીઓ પાસેથી વિસ્ફોટકો પણ મળી આવ્યાઃ સીસીબીના અધિકારીઓએ જણાવ્યું કે, આ આરોપીઓ પાસેથી વિસ્ફોટક, 4 વોકી-ટોકી, 7 દેશી બનાવટની પિસ્તોલ, 42 જીવંત ગોળીઓ, દારૂગોળો, 2 ડ્રેગર્સ, 2 સેટેલાઇટ ફોન અને 4 ગ્રેનેડ મળી આવ્યા છે. માડીવાલા ટેકનિકલ સેલમાં શકમંદોની સઘન પૂછપરછ ચાલી રહી છે. સીસીબીના અધિકારીઓ શંકાસ્પદ લોકોના મોબાઈલ ફોન ચેક કરી રહ્યા છે. તેની સાથે અન્ય બે લોકો પણ જોડાયેલા હોવાનું જાણવા મળે છે. બંને વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસની બીજી ટીમ તેમને શોધી રહી છે.

ગુપ્તચર વિભાગને મળેલી માહિતીઃ તપાસ ટીમોએ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરીને મોટી ઘટનાનો પર્દાફાશ કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓએ મોટા પાયે બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. માહિતી મળી રહી છે કે આ ષડયંત્રમાં 10થી વધુ આતંકવાદીઓ સામેલ હોઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓ વિશે પહેલી માહિતી ગુપ્તચર વિભાગને મળી હતી. જેની માહિતી બેંગ્લોરની સીસીબી ટીમને આપવામાં આવી હતી. સીસીબી પોલીસે ઈન્ટેલિજન્સ અને એનઆઈએ સાથે મળીને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી. CCB સૂત્રોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ આતંકવાદીઓ સાથે સંકળાયેલા વધુ લોકોની શોધ ચાલુ છે.

  • #WATCH | Karnataka minister Priyank Kharge speaks on five suspected terrorists arrested by CCB; says, "...if at all the investigation needs national help or it has international connections, then we will see about seeking Centre's help. But as of now, we have an efficient… pic.twitter.com/uGDKlp1Uiu

કર્ણાટકના ગૃહમંત્રીએ પોલીસના વખાણ કર્યાઃ કર્ણાટકના ગૃહમંત્રી ડો.જી.પરમેશ્વરાએ વિધાનસભામાં કહ્યું કે હું CCB પોલીસની પ્રશંસા કરું છું અને અભિનંદન આપું છું જેમણે 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. જેઓ કર્ણાટક અથવા ભારતમાં અન્યત્ર હથિયારો એકત્ર કરવા અને આતંકવાદી કૃત્યો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ તમામની હેબલા પોલીસે ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે તપાસમાં ખબર પડશે કે તેઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા છે.

જરૂર પડ્યે કેન્દ્રીય એજન્સીઓની મદદ લેશે: CCB દ્વારા ધરપકડ કરાયેલા પાંચ શંકાસ્પદ આતંકવાદીઓ પર કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગે ઔપચારિક રીતે કેન્દ્ર પાસેથી મદદ લેવાનું વિચારશે. પરંતુ અત્યારે આ બાબત આપણા રાજ્યની સક્ષમ પોલીસ પાસે છે. આતંકવાદનો સામનો કરવા માટે અમારી પાસે એક મિકેનિઝમ છે. ખબર નહીં કેમ ભાજપ હંમેશા ઉતાવળમાં હોય છે, શું તેમને એ જ અધિકારીઓ પર વિશ્વાસ નથી જે એક મહિના પહેલા તેમની સરકારમાં કામ કરતા હતા. કર્ણાટકના પૂર્વ સીએમ બોમાઈએ કહ્યું કે આ એક મોટું ષડયંત્ર છે. તેઓ બેંગ્લોરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવા માંગતા હતા. આ મામલો NIAને સોંપવો જોઈએ.

  1. Ahmedabad Crime: સોની વેપારીના ત્યાંથી 35.65 લાખના દાગીના-રોકડની ચોરી
  2. Seema Haider case : ATSએ સીમા હૈદરની 10 કલાક સુધી કરી પૂછપરછ, થઈ શકે છે ધરપકડ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.