નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન દ્વારા એક મોટો ખુલાસો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્રએ 2020માં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 36 કલાકની રાજ્ય મુલાકાત માટે આવાસ, ભોજન અને અન્ય વ્યવસ્થાઓ પર લગભગ 38 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી 2020ના રોજ ભારતની પ્રથમ મુલાકાતે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેમણે તેમની પત્ની મેલાનિયા, પુત્રી ઇવાન્કા, જમાઈ જેરેડ કુશનર અને કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદ, (Trump Ahmedabad visits)આગ્રા અને નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. Namaste Trump Event cost
ટ્રમ્પની 3 કલાકની અમદાવાદ મુલાકાત : ટ્રમ્પે 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ત્રણ કલાક વિતાવ્યા હતા. આ દરમિયાન, તેમણે 22 કિલોમીટર લાંબા રોડ શોમાં ભાગ લીધો હતો, સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને નવા બનેલા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'નમસ્તે ટ્રમ્પ' નામના કાર્યક્રમમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી. આ પછી તે જ દિવસે તાજમહેલ જોવા આગ્રા જવા રવાના થયા હતા. તેઓ 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત માટે દિલ્હી આવ્યા હતા.
આ પણ વાંચો : ડૉનાલ્ડ ટ્રમ્પનું ભવિષ્ય કેવું છે?
RTI દ્વારા માંગવામાં આવી માહિતી : મિશાલ ભટેનાએ RTI (માહિતીનો અધિકાર) અરજી દ્વારા વિદેશ મંત્રાલય પાસેથી જાણકારી માંગી હતી કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ અને દેશની પ્રથમ મહિલા મેલાનિયાની મુલાકાત દરમિયાન ભારત સરકાર દ્વારા ખોરાક, સુરક્ષા, રહેઠાણ, ઉડાન, પરિવહન વગેરે પર થયેલા કેટલો ખર્ચ થયો હતો. ભટેનાએ 24 ઓક્ટોબર 2020 ના રોજ આ અરજી આપી હતી, પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યારબાદ તેમણે કેન્દ્રીય માહિતી આયોગનો સંપર્ક કર્યો હતો. right to information
ટ્ર્મ્પ મુલાકાત પર 38 લાખનો ખર્ચ : વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) 4 ઓગસ્ટ 2022ના રોજ કમિશનને એક રિપોર્ટ મોકલ્યો હતો, જેમાં કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે જવાબ આપવામાં વિલંબ વિશે માહિતી આપવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, યજમાન દેશો દ્વારા રાષ્ટ્રાધ્યક્ષ/શાસકાધ્યક્ષના વડાઓની રાજ્ય મુલાકાતો પરનો ખર્ચ એ સુસ્થાપિત પ્રથા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણો મુજબ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ સંદર્ભમાં, ભારત સરકારે 24 અને 25 ફેબ્રુઆરીના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સના (તત્કાલીન) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત દરમિયાન તેમના રહેઠાણ, ભોજન અને અન્ય વ્યવસ્થાઓ પર અંદાજે 38,00,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ટ્રમ્પને યાદ આવ્યું હાઉડી મોદી, કહ્યું- મોદી મારા મિત્ર, તે સારૂં કામ કરતા રહે
સરકારે જવાબમાં વિલંબ કર્યો : અહેવાલની સમીક્ષા કર્યા બાદ, મુખ્ય માહિતી કમિશનર વાય કે સિન્હાએ કહ્યું કે, મંત્રાલયે સંતોષકારક જવાબ આપવામાં વિલંબનું કારણ દર્શાવ્યું છે. સિન્હાએ રજૂઆત કરી હતી કે, અપીલકર્તાએ સુનાવણીની સૂચના હોવા છતાં તેમનો કેસ આગળ ધપાવ્યો નથી. આથી, તેઓ આપેલી માહિતીથી અપીલકર્તાના અસંતોષ વિશે કંઈ કહી શકે નહીં.