ETV Bharat / bharat

ત્રણેય કૃષિ કાયદા પરત લેતા દેશભરમાં ઉજવણી, ગાઝીપુર બોર્ડરમાં ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દેવદિવાળી (Dev Diwali) નિમિત્તે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને આજે ત્રણેય કૃષિ કાયદાને (Three Agriculture Laws) પરત લેવાની જાહેરાત કરતા દેશભરના ખેડૂતોમાં ખુશી (Happiness in farmers) જોવા મળી રહી છે. ત્યારે ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.

ત્રણેય કૃષિ કાયદા પરત લેતા દેશભરમાં ઉજવણી, ગાઝીપુર બોર્ડરમાં ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી
ત્રણેય કૃષિ કાયદા પરત લેતા દેશભરમાં ઉજવણી, ગાઝીપુર બોર્ડરમાં ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી
author img

By

Published : Nov 19, 2021, 12:16 PM IST

Updated : Nov 19, 2021, 4:20 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ત્રણેય કૃષિ કાયદા (Three Agriculture Laws) પરત લેવાની કરી જાહેરાત
  • જાહેરાત કરતા દેશભરના ખેડૂતોમાં ખુશી (Happiness in farmers) જોવા મળી રહી છે
  • ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું

ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ત્રણેય કૃષિ કાયદાને (Three Agriculture Laws) પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યારે દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ઉજવણી કરી હતી. ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પર ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ આખરે! મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા, કોંગ્રેસ અને AAP પાર્ટીએ ભાજપની ટીકા કરી

ખેડૂત નેતાઓએ વડાપ્રધાનની જાહેરાતનું કર્યું સ્વાગત

ભારતીય કિસાન યુનિયન (BHANU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુપ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની આ જાહેરાતનું અમે સ્વાગત કરીએ છીએ. 75 વર્ષ ખેડૂત વિરોધી નીતિઓના કારણે દેશનો ખેડૂત દેવાદાર થઈ ગયો છે. તેમને પાકના સારા ભાવ નથી મળતા.

  • Farmers will continue to agitate until the laws are taken back in Parliament. MSP Guarantee Act has to be formed. This is a victory of farmers - dedicated to more than 750 farmers who died & to tribals, workers, women who became a part of this agitation: BKU leader Rakesh Tikait pic.twitter.com/WXo4HVEugm

    — ANI (@ANI) November 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ ખેડૂતોની જીત છેઃ રાકેશ ટિકૈત

તો આ અંગે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Farmer leader Rakesh Tikait) જણાવ્યું હતું કે, સંસદમાં જ્યાં સુધી કાયદો પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. MSP ગેરન્ટી એક્ટ બનાવવો પડશે. આ ખેડૂતોની જીત છે અને આ જીત મૃત્યુ પામેલા 750થી વધુ ખેડૂતો અને આ આંદોલનનો ભાગ બનેલા આદિવાસીઓ, કામદારો, મહિલાઓને સમર્પિત છે.

  • #WATCH प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा तीनों कृषि क़ानूनों को वापस लेने की घोषणा करने के बाद गाज़ीपुर बॉर्डर पर आंदोलन कर रहे किसानों ने जलेबियां बांटी। pic.twitter.com/05VwiTEQV1

    — ANI_HindiNews (@AHindinews) November 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય: રાકેશ ટિકૈત

સુરતમાં ખેડૂતોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

દેશ સહિત ગુજરાતના ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સુરતમાં કૃષિ કાયદાને (Agriculture Laws) પરત ખેંચવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો હતો. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ સાથે જ ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ આંદોલન પૂર્ણ નહીં કરે અને હજી જે માગ છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરશે.

સુરતના ખેડૂતોએ ઉજવણી કરી
સુરતના ખેડૂતોએ ઉજવણી કરી

રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ફટાકડા ફોડ્યા

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ (Congress MLA Lalit Vasoya) પણ કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ (MLA Lalit Vasoya) જણાવ્યું હતું કે, એક વર્ષથી આ કાળા કાયદાઓની વિરોધ અને જે આંદોલન થઈ રહ્યા છે. આ આંદોલનમાં જે લોકો શહીદ થયા છે. તેમના પરિવારને સરકા નોકરી આપે તથા મૃતકના પરિવારને વળતર ચૂકવે તેવી માગ કરી હતી. બીજી તરફ ખેડૂતોએ પણ ફટાકડા ફોડી કેન્દ્ર સરકારના (Central Government) નિર્ણયને વધાવી લીધો હતો.

રાજકોટ અને પાટણ કોંગ્રેસે ઉજવણી કરી
રાજકોટ અને પાટણ કોંગ્રેસે ઉજવણી કરી

પાટણ કોંગ્રેસે વિજયોત્સવ ઉજવ્યો

તો પાટણ શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ (Patan City Congress) બગવાડા દરવાજા પાસે ફટાકડા ફોડી કાયદો પરત લેવાનો વિજયોત્સવ ઉજવ્યો હતો. આ ઉજવણીમાં પાટણના ધારાસભ્ય સહિત વિવિધ અગ્રણીઓ પણ જોડાયા હતા.

Last Updated : Nov 19, 2021, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.