- CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધનથી લોકોના મનમાં જન્મે છે શંકાઓ
- સશસ્ત્ર દળોને આધુનિક બનાવવાનો દાવો કરીએ છીએ તો આ કેવી રીતે થઈ શકે
- સંરક્ષણ પ્રધાન અથવા વડાપ્રધાને તમામ શંકાઓને દૂર કરવી જોઈએ
નવી દિલ્હી: શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું (CDS General Bipin Rawat) હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) નિધનથી લોકોના મનમાં શંકાઓ જન્મે છે. રાજ્યસભાના સભ્ય રાઉતે (Rajya Sabha member Sanjay Raut) કહ્યું કે, જનરલ રાવતે તાજેતરના સમયમાં ચીન અને પાકિસ્તાન સામે દેશની સૈન્ય પ્રતિક્રિયા તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેથી જ્યારે આવો અકસ્માત થાય છે, ત્યારે લોકોના મનમાં શંકાઓ જન્મે છે.
હેલિકોપ્ટર બે એન્જિનથી ચાલતું આધુનિક હેલિકોપ્ટર હતું
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, જનરલ રાવતને લઈ જતું હેલિકોપ્ટર બે એન્જિનથી ચાલતું આધુનિક હેલિકોપ્ટર હતું. તેમણે સવાલ કર્યો કે, અમે સશસ્ત્ર દળોને આધુનિક બનાવવાનો દાવો કરીએ છીએ, તો આ કેવી રીતે થઈ શકે? આ દુર્ઘટના સમગ્ર દેશ અને નેતૃત્વને મૂંઝવી શકે છે અને સંરક્ષણ પ્રધાન અથવા વડાપ્રધાને તમામ શંકાઓને દૂર કરવી જોઈએ.
જનરલ બિપિન રાવતના નિધનથી અનેક શંકાઓ વ્યક્ત કરી
શિવસેના નેતા રાઉતે એમ પણ કહ્યું કે, પુલવામા હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં જનરલ રાવતે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જનરલ બિપિન રાવતના (CDS General Bipin Rawat) નિધનથી અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વાયુસેનાએ આ અંગે માહિતી આપી હતી
ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનો બુધવારે તમિલનાડુના કુન્નૂર નજીક એક સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થતાં માર્યા ગયા હતા. વાયુસેનાએ આ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો: આજે બિપિન રાવત થશે પંચમહાભૂતમાં વિલીન