- CBSE શિક્ષણ બૉર્ડ પરીક્ષાના સમયપત્રકની જાહેરાત
- CBSE શિક્ષણ બૉર્ડની પરીક્ષા 4 માર્ચથી 10 જૂન સુધીમાં લેવામાં આવશે
- પરીક્ષાના પરિણામો 15 જૂલાઇ સુધીમાં જાહેર કરાશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણપ્રધાન નિશંક જાણાવ્યું છે કે, CBSE શિક્ષણ બૉર્ડની પરીક્ષાના શેડ્યૂલની જાહેરાત 2 ફેબ્રઆરીના રોજ કરવામાં આવશે. આ પૂર્વે પણ 31 ડિસેમ્બના રોજ કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલ નિશંક જાહેરાત કરી હતી કે, CBSE શિક્ષણ બૉર્ડની પરીક્ષા 4 માર્ચથી 10 જૂન સુધીમાં લેવામાં આવશે.
કેન્દ્રીય શિક્ષણપ્રધાન નિશંકની જાહેરાત
કેન્દ્રીય શિક્ષણપ્રધાન નિશંક જણાવ્યુ હતું કે, પ્રાયોગિક પરીક્ષાઓ 1 માર્ચથી લેવામાં આવશે અને તમામ પરીક્ષાઓના પરિણામ 15 જૂલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે અને CBSE શિક્ષણ બૉર્ડે ડિસેમ્બર 2020ની શરૂઆતમાં જ જાહેરાત કરી હતી કે, 2021માં બૉર્ડની પરીક્ષાઓ ઓનલાઇન નહી લેખિતમાં લેવામાં આવશે.