ETV Bharat / bharat

કોલસા કૌભાંડ મામલે CBIના TMC નેતા મોલોય ઘટકના ઘરે પાડ્યા દરોડા

author img

By

Published : Sep 7, 2022, 10:11 AM IST

Updated : Sep 7, 2022, 10:59 AM IST

પશ્ચિમ બંગાળમાં પાર્થ ચેટર્જી બાદ મમતા સરકારના વધુ એક પ્રધાન કેન્દ્રીય તપાસ એજન્સીના રડાર પર આવ્યા છે. CBIએ બુધવારે આસનસોલમાં કોલસા કૌભાંડના સંબંધમાં કાયદા અને શ્રમ પ્રધાન મલય ઘટકના ઘર પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ કેસમાં CBIએ મલય ઘટકને અનેક વખત સમન્સ જારી કર્યા હતા. CBI raids West Bengal minister Moloy Ghatak houses, coal scam case, CBI raids West Bengal

કોલસા કૌભાંડ મામલે CBIના TMC નેતા મોલોય ઘટકના ઘરે પાડ્યા દરોડા
કોલસા કૌભાંડ મામલે CBIના TMC નેતા મોલોય ઘટકના ઘરે પાડ્યા દરોડા

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર CBIની કાર્યવાહી શરૂ થઈ છે. હવે કોલસા કૌભાંડ કેસમાં (coal scam case) CBIએ બંગાળના કાયદા અને શ્રમ પ્રધાન મોલોય ઘટકના ઘરે દરોડા પાડ્યા (CBI raids West Bengal minister Moloy Ghatak houses) છે. આ દરોડા આસનસોલમાં પ્રધાનના આવાસ પર ચાલી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, CBIએ આ કેસમાં મોલોય ઘટકને અનેક વખત સમન્સ જારી કર્યા હતા. આ મામલામાં ઈડી પહેલાથી જ કાર્યવાહીમાં છે. કોલસા કૌભાંડમાં મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનર્જી સહિત અનેક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

શિક્ષક કૌભાંડ કેસ : આ પહેલા CBIએ પશ્ચિમ બંગાળમાં પાર્થ ચેટરજીના ઘરે દરોડા પાડ્યા હતા. CBIની આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે થોડા સમય પહેલા શિક્ષક કૌભાંડ કેસમાં (Teacher scam case) મમતા સરકારમાં કેબિનેટ પ્રધાન પાર્થ ચેટરજીની ધરપકડ કરી હતી. પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જી પાસેથી લગભગ 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. વિવાદ વધ્યા બાદ મમતા બેનર્જીએ પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવી દીધા હતા.

લાખોના વ્યવહારો ઠપ થવાની હતી ભીતિ : આસનસોલ નજીક કુનુસ્ટોરિયા અને કજોરા વિસ્તારમાં ઈસ્ટર્ન કોલ ફિલ્ડ્સની લીઝ પર લીધેલી ખાણોમાં કોલસાનું ગેરકાયદેસર ખાણકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો છે. CBIના જણાવ્યા અનુસાર, તપાસમાં 1,300 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારોનો સંકેત મળ્યો છે. આમાંથી મોટા ભાગના પૈસા ઘણા પ્રભાવશાળી લોકો પાસે ગયા હતા. આ ઉપરાંત હવાલા દ્વારા આ પ્રભાવશાળી લોકોના વિદેશી બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Last Updated : Sep 7, 2022, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.