ETV Bharat / bharat

પેરિયાર યુનિવર્સિટીમાં જાતિ સંબંધિત પ્રશ્ન, વિવાદ વકર્યો - યુનિવર્સિટીની પરીક્ષા

તમિલનાડુમાં પેરિયાર યુનિવર્સિટીનો વિવાદ (Periyar University Controversy) ઝડપથી વધી રહ્યો છે. આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે ગુરુવારે MA ઈતિહાસ પ્રથમ વર્ષની પરીક્ષામાં જાતિ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો. જો કે આ મામલાને ગંભીરતાથી લઈને વાઈસ ચાન્સેલર જગન્નાથને આ મામલે તપાસની ખાતરી આપી છે.

યુનિવર્સિટીની પરીક્ષામાં જાતિ સંબંધિત પ્રશ્ન પુછતા થયો વિવાદ

author img

By

Published : Jul 16, 2022, 4:42 PM IST

ચેન્નાઈ: તમિલનાડુની પેરિયાર યુનિવર્સિટીમાં MA ઈતિહાસ પ્રથમ વર્ષની પરીક્ષામાં જાતિ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ મામલો વધુ વેગ પકડી રહ્યો છે. જોકે, વાઇસ ચાન્સેલર જગન્નાથને આ મામલે તપાસની ખાતરી આપી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે (Higher Education Department) પેરિયાર યુનિવર્સિટીના (Periyar University) ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓને જાતિ આધારિત પ્રશ્નનો જવાબ આપવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો આવી સામે

યુનિવર્સિટી સામે થશે યોગ્ય કાર્યવાહી: ગુરુવારે, બીજા સેમેસ્ટરના 'સ્વતંત્રતા ચળવળ' (Freedom Movement of Tamil Nadu) વિષયની પરીક્ષામાં, પૂછવામાં આવ્યું કે, તમિલનાડુમાં 1800 થી 1947 સુધીની નીચલી જાતિ કઈ છે. આને ધ્યાનમાં રાખીને, 15 જુલાઈને શુક્રવારે ઉચ્ચ શિક્ષણ સચિવે એક નિવેદન બહાર પાડ્યું. તેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, 'પેરિયાર યુનિવર્સિટી, સાલેમમાં MA ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી પરીક્ષામાં જાતિ પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેની નિંદા કરવામાં આવી છે. આ મામલાની યોગ્ય તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ યુનિવર્સિટી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

યુનિવર્સિટીની પરીક્ષામાં જાતિ સંબંધિત પ્રશ્ન પુછતા થયો વિવાદ
યુનિવર્સિટીની પરીક્ષામાં જાતિ સંબંધિત પ્રશ્ન પુછતા થયો વિવાદ

આ પણ વાંચો: શ્રીશંકર પુરૂષ લોંગ જમ્પ એથ્લેટ ફાઇનલમાં ક્વોલિફાય થયો

વાઇસ ચાન્સેલરે કરી સ્પષ્ટતાઃ આ મુદ્દે વાઈસ ચાન્સેલરે કહ્યું કે, અન્ય યુનિવર્સિટીએ પ્રશ્ન તૈયાર કર્યો છે અને પેપર અંગે તેમને કોઈ માહિતી મળી નથી. પેરિયાર યુનિવર્સિટી (Periyar University) દ્વારા પરીક્ષા માટેના પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા નથી. અન્ય યુનિવર્સિટી અને કોલેજના લેક્ચરર્સે પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું. અમે પરીક્ષા નિયંત્રક પાસેથી પ્રશ્નપત્ર સેટ કરવા અંગેનો રિપોર્ટ (investigation report) માંગી રહ્યા છીએ.સામાન્ય રીતે આપણે પ્રશ્નપત્ર લીક થાય તેથી બચવા માટે પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર વાંચતા નથી. મને વિવાદાસ્પદ પ્રશ્ન સંબંધિત કોઈ માહિતી મળી શકી નથી પરંતુ અમે તેની તપાસ કરીશું. આજે અમે પરીક્ષા નિયંત્રક પાસેથી રિપોર્ટ માંગીએ છીએ, જેમણે પ્રશ્નપત્ર નક્કી કર્યું છે. અમે ફરીથી પરીક્ષા લેવાનું વિચારી રહ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.