- પશ્ચિમ બંગાળમાં ખેલાઇ રહ્યો છે વિધાનસભાની ચૂંટણીઓનો જંગ
- પ્રથમ તબક્કામાં થયું 79.79 ટકા મતદાન
- કુલ 8 તબક્કામાં હાથ ધરાશે ચૂંટણી
કોલકાતા: પશ્ચિમ બંગાળના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી સંજોય બાસુએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 248.9 કરોડની રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
9.5 કરોડ રૂ.નો દારૂ તથા 114.44 કરોડ રૂ.નું ડ્રગ્સ ઝડપાયું
કાર્યવાહીમાં કુલ 248.9 કરોડ રૂપિયાની રોકડ તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમાં 37.72 કરોડ રૂપિયાની રોકડ, 9.5 કરોડ રૂપિયાનો દારૂ અને 114.44 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પણ સામેલ છે.
આ પણ વાંચો: આજે પ્રચારનો છેલ્લો દિવસ, નંદીગ્રામમાં શાહ અને મમતા લગાવશે એડી ચોટીનું જોર
શનિવારે યોજાયું પ્રથમ તબક્કાનું મતદાન
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં આશરે 79.79 મતદાન યોજાયું હતું. પુરૂલિયા અને ઝારગ્રામ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોને આવરી લેતી 30 બેઠકો અને બાંકુરા, પૂર્વ મેદનીપુર અને પશ્ચિમ મેદિનીપુરમાં 21 મહિલાઓ સહિત 191 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા હતા.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ભાજપના બાબુલ સુપ્રિયોએ એક વ્યક્તિને મારી થપ્પડ
2મેના રોજ આવશે પરિણામ
પશ્ચિમ બંગાળ વિધાનસભા માટેની 294 બેઠકો માટે બાકીના સાત તબક્કાઓનું મતદાન અલગ અલગ દિવસોએ યોજાશે, જ્યારે 29 એપ્રિલે મતદાનનો અંતિમ રાઉન્ડ યોજાશે. મતની ગણતરી 2મેના રોજ યોજાશે.