ETV Bharat / bharat

વડાપ્રધાન સામે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે ગૂગલના CEO સુંદર પીચાઈ સામે કેસ દાખલ

વારાણસીમાં ગૌરીગંજ વિસ્તારમાં રહેતા ગિરજા શંકર જયસ્વાલે કોર્ટનો દરવાજ ખખડાવ્યો ત્યારે કોર્ટના આદેશ પર 17 લોકો સામે આઈટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આમાં સૌથી ચર્ચિત નામ ગૂગલના ડિરેક્ટર અને સીઈઓ સુંદર પીચાઈનું છે. વારાણસીના સાંસદ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અમર્યાદિત ટિપ્પણી કરવાની સાથે આ કેસ જોડાયેલો છે.

વારાણસીમાં વડાપ્રધાન સામે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે 17 લોકો સામે કેસ

author img

By

Published : Feb 12, 2021, 12:09 PM IST

  • વારણસીમાં ધમકીભર્યા ફોન આવતા એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી
  • 17 લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં ગુગલના CEO સુંદર પીચાઈ પણ સામેલ
  • વિશાલ ગાઝીપૂરી અને તેની પત્ની વીડિયોમાં આપત્તિજનક ટિપ્પણી કર્યાનો આક્ષેપ

વારાણસીઃ આ અંગેની મળતી માહિતી અનુસાર, આ મામલો સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિરુદ્ધ અમર્યાદિત ટિપ્પણીથી જોડાયેલો છે. આનો વિરોધ કરવા પર ધમકીભર્યા ફોન આવવા લાગ્યા તો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ઉચ્ચ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ તૃતીયના આદેશ પર ભેલુપુર પોલીસે હવે આ અંગે કેસ દાખલ કર્યો છે. 17 લોકો સામે કરવામાં આવેલા કેસમાં વિશાલ, સપના, ચંદન, સુજિત, ગૌતમ, હૃદયરાજ કપૂર, સીએસ બાદલ, સંજીવ કુમાર, સૂરજ કૃષ્ણા, આશિષ નાયર, એસએન બૌદ્ધ, બીજી મ્યૂઝિક તકંપની, વી. કે. સિંહ, પંકજ, જય ભીમ રેકોર્ડિંગ સ્ટૂડિયો, ગૂગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજર સંજય કુમાર, ડિરેક્ટર અને સીઈઓ સુંદર પીચાઈનું નામ છે.

વિશાલ ગાઝીપૂરીએ શેર કરેલા વીડિયોમાં વડાપ્રધાન માટે આપત્તિજનક ગીત હતું

ગિરજા શંકર જયસ્વાલે લેખિતમાં જણાવ્યું કે, તેમણે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી એક વીડિયો મળ્યો હતો, જેમાં ગાઝીપૂરના નોનહરાના વિશુનપુરાના રહેવાસી વિશાલ ગાઝીપૂરી ઉર્ફે વિશાલસિંહ તેમની પત્ની સપના બૌદ્ધ સહિત અન્ય લોકો એક ગીત ગાતા જોવા મળ્યા હતા. આમાં વડાપ્રધાન અંગે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ વીડિયો ફેસબુક પર અપલોડ કરી આર્થિક મદદ માગવામાં આવી રહી છે.

આટલું થયા પછી પણ યુટ્યૂબ પરથી વીડિયો ન હટાવાતા આખરે કોર્ટમાં ફરિયાદ કરી

ગિરજા શંકર જયસ્વાલે વિશાલ ગાઝીપૂરી સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ વિશાલ ગાઝીપૂરીે ગિરજા શંકર જયસ્વાલ સામે કેસ દાખલ કર્યો હતો. ગિરજા શંકર જયસ્વાલના જણાવ્યાનુસાર, આટલું જ નહીં તેમનો નંબર વીડિયોની સાથે જોડીને યુટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશાલના 8 હજાર જેટલા સમર્થકોએ મને ફોન પર ધમકી આપી હતી. તેમનો આરોપ છે કે, આટલું બધુ થયા પછી પણ યુટ્યૂબ પરથી આ વીડિયો ડિલીટ કરવામાં નથી આવ્યો. એટલે તેમણે આ ફરિયાદ કોર્ટમાં કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.