નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં IIT નજીક મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ છે. આ હિટ એન્ડ રનનો મામલો છે. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને સફદરજંગ અને મેક્સમાં દાખલ કરવામાં આવ્યો છે.
Surat airport Mock Drill: સુરત એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતા લોકોને બચાવવા દોડી ટીમ
આ બાબતની પુષ્ટિ કરતા ડીસીપી સાઉથ વેસ્ટ મનોજ સીએ જણાવ્યું કે આ બંને વિદ્યાર્થીઓને કારે ટક્કર મારી હતી. બંને રોડ ક્રોસ કરી રહ્યા હતા. બંને વિદ્યાર્થીઓ IIT દિલ્હીમાંથી PhD કરી રહ્યા છે. અશરફ નવાઝ ખાન (30)નું સારવાર દરમિયાન સફદરજંગ હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે અંકુર શુક્લા (29) મેક્સ હોસ્પિટલ સાકેતમાં સારવાર હેઠળ છે. તેના પગમાં ફ્રેક્ચર થયું છે.
પશ્ચિમ બંગાળના મેદિનીપુરના મેચેડામાં ભીષણ આગમાં પિતા-પુત્રી જીવતા બળી ગયા
પોલીસના જણાવ્યા અનુસાર, બંને એસડીએ માર્કેટ પાસે એક રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા હતા. રોડ ક્રોસ કરતી વખતે નહેરુ પ્લેસ તરફથી આવી રહેલી એક ઓવર સ્પીડ કારે તેને ટક્કર મારી હતી. પોલીસને તે કાર અમુક અંતરે અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી હતી. કારના ડ્રાઈવરની ઓળખ થઈ ગઈ છે. હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.
મહત્વની વાત છે કે કાંજાવાલા કેસ પછી ફરી દિલ્હીમાં ગતિનો કહેર જોવા મળ્યો છે. અહીં એક કારે બે વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. આ માર્ગ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું, જ્યારે અન્ય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના IIT દિલ્હીના SDA માર્કેટ પાસે બની હતી.
31 ડિસેમ્બરની મોડી રાત્રે લગભગ 1.30 વાગે કાંજાવાલા વિસ્તારમાં કાર સવાર ચાર લોકોએ સ્કૂટીને ટક્કર મારી હતી. અંજલિ અને તેનો મિત્ર સ્કૂટી પર બેઠા હતા. મિત્ર ત્યાં જ પડી ગયો, જ્યારે અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. આરોપી તેને 12 કિમી સુધી ખેંચી ગયો. આ કેસમાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપી અંકુશ ખન્નાને 7 જાન્યુઆરીએ જામીન મળી ગયા હતા. 20,000 રૂપિયાના અંગત બોન્ડ પર તેને જામીન આપતા કોર્ટે કહ્યું હતું કે તપાસમાં જરૂર પડશે તો હાજર રહેવું પડશે.