ETV Bharat / bharat

સીએમ અમરિન્દરસિંહ પેનલને મળી પંજાબ પાછાં ફર્યાં, કોંગ્રેસ હાઈકમાન્ડને ન મળ્યાં

પંજાબ કોંગ્રેસના (Punjab unit of Congress) આંતરિક અસંતોષ મુદ્દે પંજાબ સીએમ કેપ્ટન અમરિન્દરે (Chief Minister Of Punjab) એઆઈસીસી પેનલ સાથે ચર્ચા કરી હતી. જોકે આજે તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સાથે મુલાકાત વગર જ પંજાબ પરત ફરી ગયાં છે.

સીએમ અમરિન્દરસિંહ પેનલને મળી પંજાબ પાછાં ફર્યાં, કોંગ્રેસ હાઈકમાન્ડને ન મળ્યાં
સીએમ અમરિન્દરસિંહ પેનલને મળી પંજાબ પાછાં ફર્યાં, કોંગ્રેસ હાઈકમાન્ડને ન મળ્યાં
author img

By

Published : Jun 23, 2021, 1:44 PM IST

  • પંજાબ સીએમ અમરિન્દરસિંહ દિલ્હીથી પરત ફર્યાં
  • કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત વિના જ પરત ફર્યાં
  • કોંગ્રેસ પેનલ સાથે કલાકો સુધી ચર્ચા કરી

નવી દિલ્હીઃ પંજાબના મુખ્યપ્રધાન (Chief Minister Of Punjab) કેપ્ટન અમરિંદર સિંહ પાર્ટી હાઈકમાન્ડને મળ્યા વિના પંજાબ પાછા ફર્યા છે. આપને જણાવીએ કે કોંગ્રેસના પંજાબ એકમમાં (Punjab unit of Congress) વિખવાદ દૂર કરવાના હેતુથી રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ રાજ્યના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ સાથે લાંબો પરામર્શ કર્યો હતો.

માહિતી મુજબ સીએમ કેપ્ટન આજે પંજાબ પરત ફર્યાં છે. પંજાબના મુખ્યપ્રધાને તેમની બંને મુલાકાતો દરમિયાન એક વખત પણ પાર્ટી હાઈકમાન્ડને મળ્યાં ન હતાં.

જંતરમંતરનો કાર્યક્રમ પણ રદ કર્યો

જણાવી દઈએ કે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે (Captain Amarinder Singh) જંતરમંતરની મુલાકાત લેવાનો તેમનો કાર્યક્રમ પણ રદ કર્યો હતો. કોંગ્રેસના પંજાબ એકમમાં (Punjab unit of Congress) વિખવાદને ઉકેલવા માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ મંગળવારે રાજ્યના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ સાથે વિશદ ચર્ચા કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે વિખવાદ દૂર કરવાની ફોર્મ્યુલા પર વિચાર કરવાની સાથેસાથે આગામી વિધાનસભાની ચૂંટણીઓ એકસંપથી લડવાની તૈયારી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, મુખ્યપ્રધાન પછી હવે સિદ્ધુના પણ લાગ્યા પોસ્ટર્સ

3 કલાક ચાલી બેઠક

પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે અને અમરિંદરની અધ્યક્ષતાવાળી આ સમિતિ વચ્ચેની આ બેઠક ત્રણ કલાકથી વધુ ચાલી હતી. સમિતિએ (Punjab unit of Congress) તાજેતરમાં પંજાબ સાથે સંકળાયેલા 100થી વધુ કોંગ્રેસ નેતાઓ પાસેથી તેમનો અભિપ્રાય લીધો હતો, જેમાં મુખ્યપ્રધાન અમરિંદરસિંહ, પૂર્વપ્રધાન નવજોત સિંહ સિદ્ધુ, ઘણાં મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

આ સમિતિમાં ખડગે ઉપરાંત કોંગ્રેસ મહામંત્રી અને પંજાબના પ્રભારી હરીશ રાવત અને વરિષ્ઠ દિલ્હી પ્રદેશ કોંગ્રેસના નેતા જેપી અગ્રવાલનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે કેટલાક સમયથી મુખ્યપ્રધાન અમરિંદરસિંહ (Captain Amarinder Singh) અને પાર્ટીના નેતા નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે જોરદાર નિવેદનબાજી થઈ રહી હતી. ત્યારે આજકાલ ફરીવાર (Punjab unit of Congress) સિદ્ધુ મુખ્યપ્રધાનને ઘેરી રહ્યાં છે. ધારાસભ્ય પરગટસિંહ અને રાજ્ય કોંગ્રેસ સમિતિના કેટલાક અન્ય નેતાઓએ પણ મુખ્યપ્રધાન સામે મોરચો ખોલી રાખ્યો છે.

આ પણ વાંચોઃ હું કોઈ ચૂંટણીનો શોપીસ નથી : સિદ્ધુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.