ETV Bharat / bharat

New Delhi News: ASIના મુખ્ય સ્મારકોમાં કેન્ટીન શરૂ કરાશે, લાલ કિલ્લાથી યોજનાની થશે શરુઆત - કિફાયતી ભાવે

દિલ્હીના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. હવે ASI દિલ્હી સ્થિત મુખ્ય સ્મારકોમાં કેન્ટીન શરુ કરાશે. લાલ કિલ્લાથી આ યોજનાની શરુઆત થશે. હવે લાલ કિલ્લામાં કેન્ટીન શરુ થશે.

ASIના મુખ્ય સ્મારકોમાં કેન્ટીન શરૂ કરાશે, લાલ કિલ્લામાં શરુ થશે કેન્ટીન

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 1:06 PM IST

નવી દિલ્હીઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ રાજધાની દિલ્હીમાં સ્મારકોમાં આવનારા પ્રવાસીઓને હવે કેન્ટિનની સગવડ મળશે. નજીકના ભવિષ્યમાં લાલ કિલ્લા, કુતુબ મિનાર, જૂના કિલ્લા સહતિ ASIના મુખ્ય સ્મારકોમાં પ્રવાસીઓ માટે કેન્ટીન સુવિધા ઊભી કરવામાં આવશે. ASI સ્મારકોના સંરક્ષણ પર ધ્યાન આપી રહ્યું છે, પરંતુ આ પહેલીવાર છે કે જ્યારે ASI પ્રવાસીઓની સગવડ માટે કેન્ટીન શરુ કરશે. કેન્ટીન શરુ કરવા માટે ASI અત્યારે સ્મારકોનો સર્વે કરી રહ્યું છે.

લાલ કિલ્લામાં પ્રથમ કેન્ટીનઃ જાણકારી અનુસાર ASI લાલ કિલ્લામાં કેન્ટીન શરુ કરી રહ્યું છે. નવેમ્બરમાં આ કેન્ટીન કાર્યરત થઈ જશે. ગયા વર્ષે લાલ કિલ્લામાં એક કેફે ખોલવામાં આવ્યું હતું. આ કેફેમાં 25થી 30 ટકા જ પ્રવાસીઓ આવતા હતા. હવે જે કેન્ટીન શરુ કરવામાં આવશે તેમાં મધ્યમ વર્ગને પોષાય તેવી કિંમતોમાં ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવામાં આવશે.

મનપસંદ વાનગીઓ કિફાયતી ભાવેઃ અબાલવૃદ્ધ સૌને મનપસંદ વાનગીઓનું કેન્ટીનમાં વેચાણ કરવામાં આવશે. પ્રવાસીઓ માટે આ એક મોટી સુવિધા છે. આ સ્મારકોની મુલાકાત લેતા પ્રવાસીઓને હંમેશા ખોરાક માટે જ્યાં ત્યાં તપાસ કરવી પડતી હોય છે. આ સ્મારકોમાં બહારથી ખાણીપીણીની ચીજવસ્તુઓ લાવવા પર પ્રતિબંધ છે તેથી પ્રવાસીઓને મુશ્કેલી પડતી હોય છે.

174 સ્મારકોઃ ઉલ્લેખનીય છે કે ASIના કુલ 174 સ્મારકો દિલ્હીમાં છે. જેમાં કુતુબ મિનાર, લાલ કિલ્લો, હુમાયુનો મકબરો વગેરે વિશ્વ પ્રસિદ્ધ છે. આ સ્મારકોમાંથી 10 સ્મારકોમાં પ્રવેશ ટિકિટનું પ્રાવધાન છે. જ્યારે બાકીના સ્મારકોમાં ટિકિટ નથી લેવામાં આવતી. આ સ્મારકોમાં અંદરના પરિસરમાં પાણીની બોટલ પણ ખરીદવાની સગવડ નથી તેથી ગરમીમાં પ્રવાસીઓની મુશ્કેલી વધી જાય છે.

  1. દિલ્હીના લાલ કિલ્લામાં થયેલી હિંસાના આરોપી સુખદેવસિંહની ક્રાઈમ બ્રાંચે પંજાબથી કરી ધરપકડ
  2. આજના સંબોધન સાથે જ વડાપ્રધાન મોદી વાજપેયીની સમકક્ષ પહોંચશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.