નવી દિલ્હીઃ બુધવારે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં સીનિયર બ્યૂરોક્રેટ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. દિલ્હીમાં સીનિયર બ્યૂરોક્રેટ્સની ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર એલજી પાસે છે. આ કાયદામાં પરિવર્તન કરવાની માંગણી દિલ્હી સરકારે કરી છે. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને આ અરજી પર તાત્કાલીક સુનાવણી હાથ ધરવા માંગણી કરી છે.
દિલ્હી સરકારની દલીલઃ દિલ્હી સરકારનું પ્રતિનિધિત્વ કરતા અભિષેક મનુ સંઘવીએ દલીલ કરી કે હું પ્રશાસનની પીડા વ્યક્ત કરી શકતો નથી. બ્યૂરોક્રેટ્સ સરકારી આદેશોનું પાલન તો ઠીક તેને સાંભળી પર રહ્યા નથી. સીજેઆઈ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજી પર સુનાવણી કરી હતી. દિલ્હી સરકાર દ્વારા દાખલ કરેલી અરજી પર તાત્કાલીક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટનું અવલોકનઃ સીજેઆઈ ચંદ્રચુડે સંઘવીને કહ્યું કે, અમે અત્યારે અગાઉની બંધારણીય બેન્ચના કેસને સૂચિબદ્ધ કરી રહ્યા છીએ. આગામી બે અઠવાડિયામાં સાત ન્યાયાધીશોની બેન્ચના કેસ પર સુનાવણી થશે જે વર્ષોથી પેન્ડિંગ છે. દિલ્હી સરકારની સુનાવણી આવતા ચાર અઠવાડિયા બાદ થઈ શકે છે તેમ જણાવ્યું હતું. હું કઈ બેન્ચ આ મામલે સુનાવણી કરવા ઉપલબ્ધ છે તે પણ જોવું રહ્યું.
દિલ્હી ઉપરાજ્યપાલ તરફથી દલીલઃ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે આ દરમિયાન દલીલો પૂરી કરવામાં આવે અને બંને પક્ષોના નોડલ વકીલોની નિમણુંક તેમજ સામાન્ય સંકલન તૈયાર કરવામાં આવે. દિલ્હી ઉપરાજ્યપાલ તરફથી એડિશનલ સોલિસિટર જનરલ સંજય જૈને દલીલ કરી કે આ મુદ્દે પ્રશ્નો નવેસરથી તૈયાર કરવા પડશે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે ડૉ. સિંઘવી અને સંજય જૈન એક સાથે બેસીને આ મુદ્દો ઉકેલવામાં સહમત મુદ્દા તારવી શકે છે.
સીનિયર બ્યૂરોક્રેટ્સનો મામલોઃ સુપ્રીમ કોર્ટની એક બંધારણીય બેન્ચ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી અધિનિયમ, 2023 વિરુદ્ધ દિલ્હી સરકારની અરજી પર સુનાવણી કરશે. જો રાષ્ટ્રીય રાજધાનીમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ પર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા અધ્યાદેશનું સ્થાન લેશે. આ અધ્યાદેશને એક કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચ દ્વારા દિલ્હીમાં પોલીસ, જનરલ એડમિનિસ્ટ્રેશન વગેરે સિવાયની સેવાઓ પર નિયંત્રણ ચૂંટાયેલી સરકારને સોંપ્યા બાદ લાવવામાં આવ્યો હતો. દિલ્હીની આપ સરકારે અધ્યાદેશની સંવૈધાનિક્તાને પડકારતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. બંધારણના અનુચ્છેદ 239 એએમાં દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના નિહિત સંઘીય, લોકતાંત્રીક શાસનની યોજનાઓનું ઉલ્લંઘન કરે છે.