ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે કાઢી જાટકણી, કહ્યું - "રોજગારની આડમાં જીવનના અધિકારોનું ઉલ્લંઘન ન કરવું"

દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ(BAN FIRECRACKERS) બાદ સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, રોજગારની આડમાં અન્ય નાગરિકોના જીવનના અધિકારનું ઉલ્લંઘન કરી શકાય નહીં. બેચે વધુમાં કહ્યું હતું કે, આપણે રોજગાર, બેરોજગારી અને નાગરિકના જીવનના અધિકાર વચ્ચે સંતુલન જાળવવું પડશે.

CANNOT INFRINGE RIGHT TO LIFE OF CITIZENS IN THE NAME OF EMPLOYMENT SAYS SC
સુપ્રીમ કોર્ટે આપી જાટકણી, કહ્યું - "રોજગારની આડમાં જીવનના અધિકારોનું ઉલ્લંઘન ન કરવું"
author img

By

Published : Sep 28, 2021, 10:56 PM IST

  • દિલ્હીમાં ફટાકટાના પ્રતિબંધ મામલે સુપ્રીમ કોર્ટેની સુનાવણી
  • રોજગારની આડમાં નાગરિકોના અધિકારનું ઉલ્લંઘન કરી શકશે નહીં : કોર્ટ
  • કોર્ટે કહ્યું, અમારી પ્રાથમિકતા નિર્દોષ નાગરિકોના જીવનના અધિકારનું રક્ષણ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ફટાકટા (Supreme Court )ના પ્રતિબંધ મામલે મંગળવારે કહ્યું હતું કે, ફટાકડા પર પ્રતિબંધ (BAN FIRECRACKERS) લગાવવાની બાબત પર વિચારણા કરતા સમયે રોજગારની આડમાં અન્ય નાગરિકોના જીવનના અધિકારનું ઉલ્લંઘન કરી શકશે નહીં.

નિર્દોષ નાગરિકોના જીવનના અધિકારનું રક્ષણ

જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની ખંડપીઠે કહ્યું હતું કે, તેની પ્રાથમિકતા નિર્દોષ નાગરિકોના જીવનના અધિકારનું રક્ષણ કરવાની છે. બેચે કહ્યું હતું કે, આપણે રોજગાર, બેરોજગારી અને નાગરિકના જીવનના અધિકાર વચ્ચે સંતુલન જાળવવું પડશે. કેટલાક લોકોની રોજગારીની આડમાં, અમે અન્ય લોકોને અન્ય નાગરિકોના જીવનના અધિકારનો ભંગ કરવાની મંજૂરી આપી શકતા નથી. અમારી પ્રાથમિકતા નિર્દોષ નાગરિકોના જીવનના અધિકારનું રક્ષણ કરવાની છે. જો અમને લાગે કે આ ફટાકડા છે અને નિષ્ણાતોની સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, તો અમે યોગ્ય ઓર્ડર આપીશું. '

પેટ્રોલિયમ અને વિસ્ફોટક સલામતી સંગઠન કોઈ નિર્ણય લે

બેચે કહ્યું કે, આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા કોઈપણ આદેશને અમલ કરાવવાની છે. ખંડપીઠે કહ્યું કે, "કાયદાઓ છે, પરંતુ આખરે તેનો અમલ થવો જોઈએ. અમારા આદેશનો સાચી ભાવનાથી અમલ થવો જોઈએ. ફટાકડા મેન્યુફેક્ચરર્સ એસોસિએશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આત્મારામ નાડકર્ણીએ જણાવ્યું હતું કે, દિવાળી 4 નવેમ્બરે છે અને તેઓ ઈચ્છે છે કે પેટ્રોલિયમ અને વિસ્ફોટક સલામતી સંગઠન (PESO) કોઈ નિર્ણય લે. તેમણે કહ્યું કે, સરકારે આ બાબતે નિર્ણય લેવો જોઈએ કારણ કે લાખો લોકો બેરોજગાર છે. વરિષ્ઠ વકીલે કહ્યું કે, અરજીની સુનાવણી થવી જોઈએ અને તે તાર્કિક રીતે પૂર્ણ પણ થવી જોઈએ, પરંતુ ઉદ્યોગમાં કામ કરતા લાખો લોકોની દુર્દશાનું પણ ધ્યાન રાખવું જોઈએ.

PESO ફટાકડાને અંતિમ મંજૂરી આપશે

અરજીકર્તા અર્જુન ગોપાલ તરફથી ઉપસ્થિત વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ઘણા આદેશો પસાર કર્યા છે અને નિર્દેશ આપ્યો છે કે PESO ફટાકડાને અંતિમ મંજૂરી આપશે, જે સુરક્ષિત છે. પર્યાવરણ અને વન મંત્રાલય તરફથી હાજર રહેલા અધિક સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે, મંત્રાલયે ઓક્ટોબર 2020 માં સોગંદનામું દાખલ કર્યું હતું અને જો સર્વોચ્ચ અદાલત તેને ધ્યાનમાં લે તો તમામ વચગાળાની અરજીઓ તેની હદમાં આવશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.