- એકેડેમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARW) 2020ની રેન્કિંગ જાહેર કરી
- ભારતીય યુનિવર્સિટીઓમાંથી કોલકાતા યુનિવર્સિટીએ મેળવ્યો પ્રથમ ક્રમાંક
- કુલપતિ સોનાલી ચક્રવર્તી બેનરજીએ શુક્રવારે આ અંગેની જાણકારી આપી
આ પણ વાંચોઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું બિલ2021 સર્વાનુમતે કરાયુ પસાર
કોલકાતાઃ કોલકાતા યુનિવર્સિટીએ એકેડેમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARW) 2020ની રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓમાંથી પહેલો ક્રમાંક મેળવ્યો છે. આ સાથે દેશની ત્રણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પણ ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. કુલપતિ સોનાલી ચક્રવર્તી બેનરજીએ શુક્રવારે આ અંગેની જાણકારી આપી હતી.
ARWએ જાહેર કરેલી 15 ભારતીય યુનિવર્સિટીમાં કોલકાતા યુનિવર્સિટીનું નામ
કુલપતિએ જણાવ્યું હતું કે, હાલમાં જ મળેલા રેન્કિંગના સમાચાર એ યુનિવર્સિટી માટે ગર્વની વાત છે. વિભિન્ન ક્ષેત્રોમાં આ યુનિવર્સિટીની સંશોધન પ્રવૃત્તિઓ સન્માનનીય છે, જે હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા મળી છે. હાલમાં જ ARWએ 15 ભારતીય યુનિવર્સિટીના નામ જાહેર કર્યા છે, જેમાં કોલકાતા યુનિવર્સિટીનું નામ પણ છે. આને શાંઘાઈ રેન્કિંગ પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ સુરતમાં વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી તરીકે કાર્યરત થશે
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને રાજ્ય માટે ગર્વની વાત ગણાવી
ભારતમાં ઉચ્ચ સંસ્થાની ARW રેન્કિંગ 2020 અનુસાર, ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IIAC) દેશના તમામ મુખ્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પહેલા ક્રમાંકે રહી છે. જ્યારે કોલકાતા યુનિવર્સિટી ત્રીજા સ્થાને રહી છે. આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને આ સમાચારને સમગ્ર રાજ્ય માટે ગર્વની વાત કહી છે.