- નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતાએ હાઈકોર્ટમાં પડકારી
- મુખ્ય પ્રધાન મમતા બેનર્જી કરેલી અરજીની આજે થશે સુનાવણી
- જસ્ટિસ કૌશિકચંદની કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી(WB Chief Minister Mamata Banerjee)એ કલકત્તા હાઈકોર્ટ(Calcutta High Court)માં શુભેન્દુ અધિકારી વિરુદ્ધ ચૂંટણી અરજી કરી છે. શુક્રવારે સિંગલ બેંચ સમક્ષ સુનાવણી માટે આ મામલો સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.
ગુરુવારે વેબસાઇટ પર હાઇકોર્ટે જાહેર કરેલી કોઝ લિસ્ટ મુજબ, જસ્ટિસ કૌશિકચંદની કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મામલો 'ઉલ્લેખિત' તરીકે લેવામાં આવશે.
ચૂંટણી પંચે TMC નેતા મમતા બેનર્જીને નંદીગ્રામ સીટ પર રનર અપ જાહેર કર્યા
ચૂંટણી પંચે (Election commission)અધિકારીને વિજેતા અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ બેનર્જીને નંદીગ્રામ(Nandigram seat) મત વિસ્તારમાંથી રનર અપ જાહેર કર્યા હતા.
આ પણ વાંચોઃ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ Mukul Roy ની ઘર વાપસી, મમતા બેનર્જીએ TMCમાં આવકાર્યા
EVM મશીનોમાં ચેડાં કરવાનો આરોપ
પરિણામોની ઘોષણા પછી, બેનર્જીએ આરોપ લગાવ્યો કે ઈવીએમ મશીનોમાં ચેડાં (tampering with EVM machines) કરવામાં આવ્યા છે અને ચૂંટણી પંચના અધિકારીએ પુનઃ મત ગણતરીની માંગણી પર પુનરાવર્તન કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દે કોર્ટનો સંપર્ક કરવામાં આવશે.
આ પણ વાંચોઃ બંગાળના કલ્યાણ માટે હું નરેન્દ્ર મોદીના પગે લાગવા તૈયાર છું: મમતા
ભાજપના ધારાસભ્ય અધિકારી હાલમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષી નેતા છે.