નવી દિલ્હી: કેગ દ્વારા રિપોર્ટમાં તેમ જણાવવામાં આવ્યું છે કે 26-11ના મુંબઈ હુમલા બાદ સુરક્ષા બાબતોની કમિટીએ ત્રણ વર્ષમાં દેશના તમામ દરિયાકાંઠા ક્ષેત્રોની સુરક્ષાના કડક પગલા લેવાના આદેશો (Coastal Assets CAG Reports) કર્યા હતા. પણ યોગ્ય રીતે કોઈ કામ થયું નથી. CAGએ દરિયાકિનારાના રક્ષણ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં વિલંબ કર્યો એ મામલે સરકારને સવાલ કર્યા છે. મુંબઈ હુમલા વખતે આંતકવાદીઓ ગુજરાતના પોરબંદરના દરિયામાંથી થઈને મુંબઈ સુધી પહોંચ્યા હતા. બંદરગાહ અને દરિયાઈ સુરક્ષા વધારી ડ્રગના દુષણને ડામવું પડશે. જેની સામે કેગે પોતાના રીપોર્ટમાં દરિયાઈ સુરક્ષમાં લોલમલોલ ચાલતી હોવાની વાતનો દાવો કર્યો છે. આમ કેગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતો રીપોર્ટ રજૂ કરી દીધો છે.
આ પણ વાંચો: શ્રીનગરમાં ગિલાનીના નામ પર જમાત-એ-ઈસ્લામીની સંપત્તિ જપ્ત
ગુજરાતનો કાંઠો અને ડ્રગ: વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા ટ્રાન્ઝિટ પોઈન્ટ (Drugs seized from Gujarat) બની ગયો છે. ડ્રગ્સ માફિયા નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. મુંબઈ હુમલાને 14 વર્ષ થયા હોવા છતાં દરિયાઈ સુરક્ષાના મામલો લોલમલોલ છે. એ વાતનો દાવો કેગે પોતાના રીપોર્ટમાં કર્યો છે.
કચ્છ ક્નેક્શન: કચ્છ જખૌ દરિયાઈ સીમામાંથી (Drugs Seized from Kutch) ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સયુંકત રીતે ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની જહાજ અલહજમાંથી 56 કિલો હેરોઇન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા 9 લોકો પાકિસ્તાની હોવાની શક્યતા હોવાથી તેઓની વધુ પુછપરછ થઈ રહી છે. આ બોટનું નામ કરાચીથી (Drugs Case in Kutch) અલહજ નામની બોટ હતી. મળતી માહિતી મુજબ 300 કરોડનું 56 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.
આ પણ વાંચો: સ્મૃતિ ઈરાની પર 'લટકે ઝટકે' નિવેદન આપ્યા બાદ મુશ્કેલીમાં ફસાયા અજય રાય, સોનભદ્રમાં કેસ દાખલ
કેગનો રીપોર્ટ: CAG એ એમ પણ કહ્યું છે કે જે બંદરો પર આ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે ત્યાં તેનો ઉપયોગ ઓછો થયો છે. તે જ સમયે, બૂસ્ટ ગેસ ટર્બાઇન (બીજીટી) નેવી દ્વારા નિર્ધારિત જથ્થા કરતાં વધુ રાખવામાં આવી હતી. BGT ની ખરીદીનો ઓર્ડર આપતી વખતે, તેમના સ્ટોકની કાળજી લેવામાં આવી ન હતી, જેના કારણે નવી BGT ની ખરીદી પર રૂ. 213.96 કરોડનો વધારાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એ જ રીતે, સંરક્ષણ મંત્રાલયની 260 અઠવાડિયાની 'સૈદ્ધાંતિક મંજૂરી' (AIP) સમયરેખા અને 95 અઠવાડિયાના કરાર પૂર્ણ થવાના સમયગાળાને પરિણામે નૌકાદળના હેલિકોપ્ટરના સમારકામમાં અસાધારણ વિલંબ થયો. જેના કારણે હેલિકોપ્ટર 10 વર્ષથી વધુ સમય સુધી ઉભા રહ્યા. અહેવાલમાં મંત્રાલયના અન્ય કેટલાક નિર્ણયોમાં ક્ષતિઓ પણ દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં કેરળવાસીઓએ 50 કરોડ રૂપિયાનો દારૂ પિધો
30,000 કરોડનું ડ્રગ્સ: વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા ટ્રાન્ઝિટ(Drugs seized in Gujarat in one year ) પોઈન્ટ બની ગયો છે. જો કે દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ વર્ષમાં 30,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ માફિયા નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ (Transport from Gujarat port)મારફતે આ જથ્થો દેશના બીજા બંદર ઉપર પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. આમ ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
રીપોર્ટ રજૂ: સુરક્ષાને લગતો CAGનો આ રિપોર્ટ મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ઉમેર્યું હતું કે સાગર પ્રહરીની રચના પછી ત્રણ વર્ષમાં નૌકાદળના તમામ દરિયાકાંઠાના કેન્દ્રોની સુરક્ષા માટે સીસીએસે સૂચનાઓ આપી હતી. કેગના અહેવાલમાં જણાવાયું છે કે મેરીટાઇમ પેટ્રોલ વેસલ્સને એફઆઈસી આપવામાં ભારે વિલંબ થયો હતો. અધિકારી કક્ષાના જવાનોની પણ પૂરતી તૈનાતી કરવામાં આવી ન હતી.
મુંબઈ હુમલો: 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ હુમલા બાદ ભારતીય સુરક્ષા સંસ્થાઓએ દેશના દરિયાકિનારાની સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણા પગલાં લીધા છે. પાકિસ્તાની આતંકવાદીઓએ આ હુમલામાં 10 દેશોના 28 વિદેશી નાગરિકો સહિત 166 લોકોની હત્યા કરી હતી. આ આતંકવાદીઓ ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે થઈને મુંબઈ પહોંચ્યા હતા.