- કેન્દ્ર સરકારે સુધાર્યા નિયમો
- DICGC કાયદામાં થયું સંશોધન
- 90 દિવસમાં મળશે 5 લાખ સુધીની રકમ
ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય કેબિનેટ મીટિંગમાં બુધવારે ઘણા અગત્યના વિષયો પર નિર્ણય લેવામાં આવ્યા. આ અંગે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ડિપોઝીટ ઇશ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) બનાવવામાં આવ્યો છે.આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 90 દિવસમાં લોકોના ખાતામાં પૈસા જમા કરવામાં આવે
ગત વર્ષે સરકારે પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી(પીએમસી) બેન્ક જેવી સંકટગ્રસ્ત બેન્કમાં ખાતાધારકોને જમા રાશિની વીમા આવરણને પાંચગણું વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધા છે. પીએમસી બેન્ક ડુબ્યા બાદ યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્ક પણ સંકટમાં આવી હતી. આ અધિનિયમની જાહેરાત નાણાંપ્રધાને બજેટમાં પણ કરી હતી.