ETV Bharat / bharat

ચંદ્રકાંત પાટીલે NCP સાંસદ સુપ્રીયા સુલે પર કરી અભદ્ર ટિપ્પણી, કહ્યું દિલ્હી જાવ અન્યથા સ્મશાણમાં જાવ - પાટીલની જીભ લપસી સાંસદને કહ્યું ઘરે જાવ

NCP સાંસદ સુપ્રીયા સુલેની (Ncp Mp Supriya Sule) ટીકા કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે હલકી કક્ષાની (C.R.Patil Controversial statement) કોમેન્ટ કરી છે. પાટીલે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે, તમે ઘરે જાવ અને જમવાનું બનાવો. એક સાંસદ હોવાના નાતે તમને કંઈ ખબર નથી. તમે દિલ્હી જાવ અન્યથા સ્મશાનમાં જાવ. શોધો અને આરક્ષણ કરો.

ચંદ્રકાંત પાટીલે NCP સાંસદ સુપ્રીયા સુલે પર કરી અભદ્ર ટિપ્પણી, કહ્યું દિલ્હી જાવ અન્યથા સ્મશાણમાં જાવ

author img

By

Published : May 26, 2022, 6:30 PM IST

મુંબઈ: સાંસદ સુપ્રીયા સુલેની (Ncp Mp Supriya Sule) ટીકા કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ઊતરતી કક્ષાની (Chandrakant Patil Controversial statement) કોમેન્ટ કરી છે. પાટીલ અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને એમની ટીકા કરી છે. ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે, તમે ઘરે જાવ અને જમવાનું બનાવો. એક સાંસદ હોવાના નાતે તમને કંઈ ખબર નથી. તમે દિલ્હી જાવ અન્યથા સ્મશાનમાં જાવ. શોધો અને આરક્ષણ કરો. હાલમાં ઓબીસી અનામતના મુદ્દે રાજકીય મામલો (Political Controversy in Maharashtra) ગરમાઈ રહ્યો છે.

આ પણ વાંચો: ઉજ્જૈનમાં બે સંતોની રાસલીલા: એક સંત પર છેડતીનો આરોપ, બીજાએ કર્યા લગ્ન, પોલીસ પણ ચોંકી

ભાજપનું આક્રમક વલણ: સત્તા અને વિપક્ષ વચ્ચે આ મામલાને લઈને સામસામે આક્ષેપબાજી થઈ રહી છે. નેતાઓ એકબીજાની ટીકા કરી રહ્યા છે. ભાજપે આક્રમક વલણ અપનાવીને વિવાદને વેગ આપ્યો છે. મંત્રાલય સામે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અનેક જાણીતા નેતાઓ પણ જોડાયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. સત્તા પર રહેલી મહાવિકાસ અઘાડી સરકારની ખૂબ ટીકા કરી હતી. જોકે, પાટીલે વ્યક્તિગત રીતે સુપ્રીલા સુલેની પણ ટીકા કરી હતી.

આ પણ વાંચો: યાસીન મલિકને આજીવન કેદ, કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટરે કહ્યું- આ તો માત્ર શરૂઆત છે

એવું તે શું બોલી ગયા: પાટીલે કહ્યું હતું કે, રાજકારણમાં શા માટે છો, ઘરે જાવ. તમે સાંસદ છો કે નહીં એ મને ખબર નથી કે, મુખ્ય પ્રધાનને કેવી રીતે મળવાનું છે. હું એક પ્રતિનિધિ મંડળ મોકલવા માંગુ છું. હવે ઘરે જવાનો સમય છે. સુપ્રીયા સુલે સામે આકરી ટીકા કરનારા ચંદ્રકાંત પાટીલે એવું પણ ઉમેર્યું કે, તમે દિલ્હી જાવ અન્યથા સ્મશાણમાં જાવ. આ મામલે સુપ્રિયા સુલેના પતિ સદાનંદ સુલેએ કહ્યું હતું કે, મને મારી પત્ની પર ગર્વ છે, તે એક સારી ગૃહિણી છે અને સફળ રાજનેતા છે. દેશની અન્ય મહેનતુ અને પ્રતિભાશાળી મહિલાઓનું ચંદ્રકાંત પાટીલે અપમાન કર્યું છે. જોકે, સુપ્રિયા સુલેએ કહ્યું કે, તે જે કંઈ કહે છે એ તેનો અધિકાર છે. આવા મુદ્દાઓ વિશે હું બહું વિચારતી નથી. મને ખબર નથી આવું તેમણે શા માટે કહ્યું હશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.