- પેટાચૂંટણીના પરિણામો ભાજપ માટે નિરાશાજનક રહ્યા
- પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ સહિતનાઓનું સારૂ પરિણામ
- લોકસભાની ત્રણમાંથી બે બેઠકો પર ભાજપની હાર થઈ
હૈદરાબાદ : ત્રણ લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ ચોક્કસપણે ખુશ થશે. 30 વિધાનસભામાંથી 13 NDA, 8 કોંગ્રેસ અને અન્ય ઉમેદવારોએ 8માં જીત મેળવી હતી. આ પરિણામો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી માટે સારા નહિ કહેવાય. લોકસભાની ત્રણમાંથી બે બેઠકો પર ભાજપની હાર થઈ હતી. હિમાચલમાં લોકસભા સીટ (મંડી) કે ત્રણ વિધાનસભા સીટો પર પાર્ટીને સફળતા મળી નથી.
અપક્ષ ઉમેદવારને ભાજપ કરતા વધુ મત
રાજસ્થાનની વલ્લભનગર સીટ પર બીજેપી ચોથા ક્રમે આવી છે. અહીંથી એક અપક્ષ ઉમેદવારને પણ ભાજપ કરતા વધુ મત મળ્યા છે. કર્ણાટકમાં પણ ભાજપે હંગલ વિધાનસભા બેઠક ગુમાવી છે. અહીં ભાજપે સિંદગી સીટ જીતી છે. બંગાળની ચારેય બેઠકો TMCએ જીતી લીધી છે.
દાદરામાં શિવસેનાના ઉમેદવારનો વિજય
મધ્યપ્રદેશ અને આસામમાંથી ભાજપ માટે રાહતના સમાચાર આવ્યા છે. MPની ખંડવા લોકસભા સીટ ભાજપે જીતી લીધી છે. જોકે, હિમાચલની મંડી અને દાદરા નગર હવેલી બેઠકો હારી ગઈ હતી. દાદરામાં શિવસેનાના ઉમેદવારનો વિજય થયો છે. મેઘાલયમાં NPPએ બે સીટ જીતી હતી અને UDPએ એક સીટ જીતી હતી.
લોકસભા સીટ
સીટ | જીત | હાર |
ખંડવા (મધ્ય પ્રદેશ) | ભાજપ | કોંગ્રેસ |
મંડી (હિમાચલ પ્રદેશ) | કોંગ્રેસ | ભાજપ |
દાદરા અને નગર હવેલી | શિવસેના | ભાજપ |
વિધામસભા સીટ પર પેટા ચૂંટણી
આસામ વિધાનસભા ચૂંટણી
સીટ | જીત | હાર |
ગોસાઈગાંવ | યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ | કોંગ્રેસ |
ભવાનીપુર | ભાજપ | કોંગ્રેસ |
તામુલપુર | યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ | અપક્ષ |
મારિયાની | ભાજપ | કોંગ્રેસ |
થૌરા | ભાજપ | અપક્ષ |
બિહાર વિધાનસભા ચૂંટણી
સીટ | જીત | હાર |
કુશેશ્વરસ્થાન | JDU | RJD |
તારાપુર | JDU | RJD |
હરિયાણા વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
એલનાબાદ | INLD | ભાજપ |
હિમાચલ પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
ફતેહપુર | કોંગ્રેસ | ભાજપ |
અર્કી | કોંગ્રેસ | ભાજપ |
જુબ્બલ કોટખાઈ | કોંગ્રેસ | ભાજપ |
કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
સિંદગી | ભાજપ | કોંગ્રેસ |
હંગલ | કોંગ્રેસ | ભાજપ |
મધ્યપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
પૃથ્વીપુર | ભાજપ | કોંગ્રેસ |
જોબત | ભાજપ | કોંગ્રેસ |
રાયગાંવ | કોંગ્રેસ | ભાજપ |
મહારાષ્ટ્ર વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
દેગલુર (SC) | કોંગ્રેસ | ભાજપ |
મેઘાલય વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
માવફ્લાંગ | યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી | કોંગ્રેસ |
રાજબાલા | NPP | કોંગ્રેસ |
માવરેંગકેંગ | NPP | કોંગ્રેસ |
મિઝોરમ વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
તુરીયલ | મિઝો નેશનલ ફ્રન્ટ | જોરમ પીપલ્સ મૂવમેન્ટ |
નાગાલેન્ડ વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
શામતોર-ચેસોર | NDPP | બિનહરીફ |
રાજસ્થાન વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
ધારિયાવાડ | કોંગ્રેસ | અપક્ષ |
વલ્લભનગર | કોંગ્રેસ | RLP |
તેલંગાણા વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
હુઝુરાબાદ | ભાજપ | TRS |
પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
દિનહાટા | તૃણમૂલ કોંગ્રેસ | ભાજપ |
શાંતિપુર | તૃણમૂલ કોંગ્રેસ | ભાજપ |
ખરદાહ | તૃણમૂલ કોંગ્રેસ | ભાજપ |
ગોસાબા | તૃણમૂલ કોંગ્રેસ | ભાજપ |
આંધ્રપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
બેડવેલ (SC) | YSR કોંગ્રેસ | BJP |