ETV Bharat / bharat

કોરોના વાયરસની રસી વીશેની માન્યતાઓનો અંત - Yashoda Hospital

એક વર્ષ જેટલા લાંબા સમયગાળાની રાહ પછી ભારતમાં વર્ષ 2021ની શરૂઆત રસીકરણના એક સારા સમાચાર સાથે થઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ‘કોવીશીલ્ડ’ અને ’કોવેક્સિન’ નામની બે રસીઓના આપાતકાલીન ઉપયોગ માટેની પરવાનગી આપતા હવે દરેક વ્યક્તિ વેક્સીન લઈને કોઈ પણ જાતના ડર વીના પોતાના સામાન્ય જીવનમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે. જો કે હવે લોકો રસીકરણ કરાવવાની જેટલી રાહ જોઈ રહ્યા છે તેટલુ લોકો તેની શક્ય આડઅસરો અને તેને લગતા પ્રશ્નોને લઈને મુંઝવણ અનુભવી રહ્યા છે. એક તરફ જેટલી હકીકતો છે તેટલી જ કેટલીક અફવાઓ પણ છે.

કોરોના વાયરસની રસી વીશેની માન્યતાઓનો અંત

author img

By

Published : Jan 31, 2021, 3:34 PM IST

એક વર્ષ જેટલા લાંબા સમયગાળાની રાહ પછી ભારતમાં વર્ષ 2021ની શરૂઆત રસીકરણના એક સારા સમાચાર સાથે થઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ‘કોવીશીલ્ડ’ અને ’કોવેક્સિન’ નામની બે રસીઓના આપાતકાલીન ઉપયોગ માટેની પરવાનગી આપતા હવે દરેક વ્યક્તિ વેક્સીન લઈને કોઈ પણ જાતના ડર વીના પોતાના સામાન્ય જીવનમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે. જો કે હવે લોકો રસીકરણ કરાવવાની જેટલી રાહ જોઈ રહ્યા છે તેટલુ લોકો તેની શક્ય આડઅસરો અને તેને લગતા પ્રશ્નોને લઈને મુંઝવણ અનુભવી રહ્યા છે. એક તરફ જેટલી હકીકતો છે તેટલી જ કેટલીક અફવાઓ પણ છે. તેથી ભારતમાં રસીકરણની પ્રક્રીયા અને માન્ય રસીઓને લગતી કેટલીક સામાન્ય માન્યતાઓને નકારી કાઢવા માટે ETV Bharat Sukhibhavaની ટીમે યશોદા હોસ્પિટલના જનરલ ફીઝીશીયન ડૉ. એમ. વી. રાવ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતના કેટલાક અંશો અહી રજૂ કરવામાં આવ્યા છે.

1. શું Covid-19ની રસી દરેક વ્યક્તિ માટે ફરજીયાત છે ?

Covid-19ની દરેક વ્યક્તિ માટે ફરજીયાત નથી. લોકો સ્વેચ્છાએ આ રસી લઈ શકે છે. જો કે લોકોએ એ વાત સમજવી પણ જોઈએ કે જે લોકો કોરોના વાયરસથી સંક્રમીત થયા છે તે લોકોના શરીરમાં કોરોના વાયરસના એન્ટીબોડી તૈયાર થયેલા છે જે તેમને કોરોના વાયરસ સામે રક્ષણ આપે છે પરંતુ તે રક્ષણ તે દર્દીને માત્ર અમુક મહિનાઓ સુધી રક્ષણ આપે છે, હંમેશા માટે નહી. માટે, રસી એ કોરોના વાયરસ સામેના રક્ષણ માટેનો શ્રેષ્ઠ અને સંપૂર્ણ બાહેંધરી આપતો વિકલ્પ છે.

2. જો કોઈ વ્યક્તિને રસી ન આપવામાં આવે તો તેના પરીણામો શું હોઈ શકે છે ?

ડૉ. રાઓ જણાવે છે કે જો આ વાયરસ શરીરમાં દાખલ થાય તો તે કેટલાક પ્રશ્નોનું કારણ બની શકે છે. ખાસ કરીને કેન્સર, ડાયાબીટીસ અને હાયપર ટેન્શનનો સામનો કરી રહેલા લોકોને કોરોના વાયરસથી વધુ નુકસાન થઈ શકે છે. અને તેથી હજુ સુધી કોરોના વાયરસની કોઈ ચોક્કસ સારવાર શક્ય ન હોઈ સ્વાસ્થ્યને લગતી કોઈ અનિશ્ચીત સમસ્યાઓને આવકારવાથી વધુ સારૂ એ છે કે રસીકરણ કરવુ એ જ યોગ્ય વિકલ્પ છે.

3. શું જે દર્દી હાલમાં Covid-19નો સામનો કરી રહ્યો છે તે આ રસી લઈ શકે છે ?

ના. રસી લેતા પહેલા Covid-19ના સંભવિત લક્ષણોની શોધ કરવી જરૂરી છે. એક વખત કોરોના વાયરસના લક્ષણો ઓછા થયા બાદ જ રસી લેવી જોઈએ. જે વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમીત થયેલો છે તે તેણે રસી લેવા માટે કોરોના વાયરસમાંથી સ્વસ્થ થયા બાદ ચાર થી આઠ અઠવાડિયા સુધી રાહ જોવી જોઈએ નહી તો તેને કેટલીક આડ અસરો થવાની સંભાવના રહેલી છે.

4. રસીના કેટલા ડોઝ લેવા જરૂરી છે ?

28 દિવસના અંતરાલ સાથે બે ડોઝની જરૂર પડશે. જો કોઈ દર્દીને માત્ર એક ડોઝ જ આપવામાં આવે તો તેને કોવિડ સામે 60 થી 80% જેટલુ રક્ષણ મળે છે. જો વ્યક્તિને Covid-19 સામે સંપૂર્ણ રક્ષણ જોઈએ છે તો તેણે બંન્ને ડોઝ લેવા ફરજીયાત છે. જો બીજો ડોઝ આપવામાં મોડુ થાય તો નુકસાન થઈ શકે છે.

5. શું અન્ય કોઈ દવા સાથે આપેલી Covid-19ની રસીની આડઅસરો થઈ શકે છે ?

ડૉ. રાઓ જણાવે છે કે તમે અન્ય જે દવાઓ લઈ રહ્યા છો તેની સાથે Covid-19ની રસીનું કોઈ ઘર્ષણ થવાની શક્યતાઓ નથી. જો કે સ્ટીરોઇડ અથવા તેને સમકક્ષ કોઈ દવા દર્દી લઈ રહ્યો હોય તો રસી પુરતા પ્રમાણમાં એન્ટીબોડી ઉભા કરી શકશે નહી.

6. જે દર્દી ટ્રાન્સપ્લાન્ટમાંથી પસાર થઈ છે તે રસી લઈ શકે છે ?

જે લોકો કોઈ પણ પ્રકારની ટ્રાન્સપ્લાન્ટમાંથી પસાર થયા છે તેમણે Covid-19ની રસી લેવાથી દુર રહેવુ જોઈએ. જો કે, આ માટે તેઓ તેમના ડૉક્ટરની સલાહ લઈ શકે છે.

7. શું સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ રસી લઈ શકે છે ?

Covid-19 રસી એ વાયરસના મૃત કણો સાથે જ સંશ્લેષણ કરેલી હોવાથી સંશોધકો કહે છે કે હાલમાં તો તેની કોઈ અનીચ્છનીય અસર દેખાઈ રહી નથી. પરંતુ આ ક્ષેત્રમાં થયેલું સંશોધન હજુ પણ અપુરતુ હોવાથી, સીડીસી સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ રસીકરણથી દુર રહેવાનો મત ધરાવે છે. બ્રીટીશ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમ પણ કહે છે કે કોવિડનું રસીકરણ કર્યા બાદ ઓછામાં ઓછા બે મહિના સુધી ગર્ભાવસ્થા ધારણ ન કરવી જોઈએ.

8. શું ડાયાબીટીસને રસીકરણ સાથે કોઈ સબંધ છે ?

જે લોકો ડાયાબીટીસ કે તેની જેવી ગંભીર બીમારીઓ ધરાવે છે તેમણે અન્ય કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે તે પહેલા રસીકરણ કરાવી લેવુ જોઈએ કારણ કે તેઓને આ રોગ થવાની સંભાવનાઓ વધારે હોય છે.

9. શું બાળકોએ રસીકરણ કરાવવું જોઈએ ?

હજુ સુધી સંશોધન તેના અંત સુધી પહોંચ્યું ન હોવાથી હાલ તો 18 વર્ષથી નાના બાળકોએ આ રસકરણ કરવવું હિતાવહ નથી.

10. શું કોઈ વ્યક્તિ બે માન્ય રસીઓ વચ્ચે પસંદગી કરી શકે છે ?

ના. બે માન્ય રસી વચ્ચે કોઈ પસંદગીનો વિકલ્પ નથી. બંન્ને રસીઓ એકસરખી અસરકારક છે.

11. રસી કેટલા સમય પછી રસીની અસરકારકતા શરૂ થશે ?

બીજા ડોઝના બે અઠવાડિયા પછી રસી અસર કરવાનું શરૂ કરશે. આ સમયગાળા પછી શરીરની પ્રતિકારક ક્ષમતા રોગ થાવાની સંભાવનામાં 70%નો ઘટાડો કરશે, જો વ્યક્તિ વાયરસથી સંક્રમીત થશે તો પણ તેને દાખલ થવાની સંભાવનામાં ધટાડો થશે અને સરવાળે મૃત્યુઆંકમાં ઘટાડો થશે.

12. શું રસીકરણ કરાવ્યા પછી પણ માસ્ક પહેરવું જરૂરી છે ?

આ રસીકરણથી કોરોના થવાની સંભાવના 100% નાબુદ થતી ન હોવાથી માસ્ક પહેરવું, હાથ સાફ રાખવા, સ્વચ્છતા રાખવી, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અને સામાજીક અંતર રાખવા જેવી સાવધાની રાખવી તો એટલી જ જરૂરી રહેશે. રસીકરણ કરાવ્યા બાદના બે અઠવાડિયા પણ સાવધાની રાખવી ખુબ જરૂરી છે.

13. શું આ રસીની કોઈ આડઅસર છે ?

આ પહેલા તૈયાર કરવામાં આવેલી અન્ય રસીઓની જેમ આ રસીની પણ નહિવત અસર થઈ શકે છે. વ્યક્તિને થોડો તાવ આવી શકે છે અને જ્યાં ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય ત્યાં સોજો આવી શકે છે. રસી યોગ્ય રીતે પહોંચી હોવાની આ નિશાની છે. જો કોઈ અનિચ્છનીય અસર દેખાય છે તો તે રસીને બચાવવા માટેના કન્જેનર્સને કારણે હોઈ શકે છે.

14. રસી કેટલા સમય સુધી અસરકારક રહેશે ?

આ રસી છ મહિનાથી બે વર્ષ સુધી અસરકારક રહી શકે. આ વિશે મેળવેલી મહિતી પર સંશોધકો હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી.

તેથી કેટલાક દેશોમાં રસીકરણની શરૂઆત થઈ ચુકી હોવા છતા સંશોધકો હજુ પણ કેટલાક સવાલોના નક્કર જવાબો મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. Covid-19ની રસી ફરજીયાત નથી પરંતુ તે જરૂરી ચોક્કસથી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.