ETV Bharat / bharat

ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર મજૂરો ભરેલી બસ પલટી, 24થી વધુ ઈજાગ્રસ્ત, 1નું મોત - બસે સંતુલન ગુમાવતા બસ પલટી

મધ્યપ્રદેશના ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર જઈ રહેલી એક બસ પલટી ગઈ હતી, જેના કારણે બસમાં સવાર 24થી વધારે પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 1 પ્રવાસીનું મૃત્યુ થયું છે.

ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર મજૂરો ભરેલી બસ પલટી, 24થી વધુ ઈજાગ્રસ્ત, 1નું મોત

author img

By

Published : Apr 20, 2021, 12:27 PM IST

  • ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર બસ પલટી
  • બસમાં સવાર 24થી વધુ પ્રવાસી ઈજાગ્રસ્ત
  • બસમાં ક્ષમતાથી વધુ પ્રવાસી હતા
  • બસે સંતુલન ગુમાવતા પલટી

ગ્વાલિયર (મધ્યપ્રદેશ): ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર બસનો અકસ્માત થતા 24થી વધારે મજૂર ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઈજાગ્રસ્તોને જયારોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 1 મજૂરનું મૃત્યું પણ થયું છે. દિલ્હીમાં સોમવારથી લૉકડાઉન લાગવાથી તમામ મજૂરો પોતાના વતને બસ મારફતે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. જોકે, તે દરમિયાન જ બસે સંતુલન ગુમાવતા બસ પલટી ગઈ હતી, જેના કારણે 24થી વધારે પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ કાંકરેજના ઉણ ગામ પાસે જીપ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત:એકનું મૃત્યું

બસમાં ક્ષમતાથી વધારે મજૂર બેઠા હતા

આપને જણાવી દઈએ કે, મજૂરોથી ભરેલી બસમાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. આ બસમાં ક્ષમતાથી વધારે મજૂર જઈ રહ્યા હતા. તમામ મજૂરો પોતપોતાના વતન જઈ રહ્યા હતા. તે દરમિયાન જ બસ સંતુલન ગુમાવતા બસ પલટી ગઈ હતી.

આ પણ વાંચોઃ ઉદેપુર અનિયંત્રિત કારે ચાર લોકોને ચપેટમાં લેતા ચારેયના મોત

બસ દિલ્હીથી ટીકમગઢ જઈ રહી હતી

આ અંગે મળતી માહિતી અનુસાર, આ તમામ મજૂર બસમાં સવાર થઈને દિલ્હીથી ટીકમગઢ જઈ રહ્યા હતા. ઘટનાની સૂચના મળતા રાહત દળ અને બિલૌઆ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોનાના કહેરના કારણે સોમવારે રાતથી લૉકડાઉન લગાવવામાં આવ્યું છે, જેના કારણે દિલ્હીથી ફરી એક વાર પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મજૂરો પણ પોતાના વતન પરત જઈ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.