- આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે પર બસ ડિવાઇડરને અથડાઇને બેકાબૂ થઇ
- કન્નૌજના તલાગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છિબરામ અંડરપાસ નજીક ઘટના બની
- અકસ્માતમાં 30 જેટલા પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા
કન્નૌજ (ઉત્તરપ્રદેશ) : આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે પર પ્રવાસીઓથી ભરેલી ખાનગી બસ ડિવાઇડરને અથડાઇને બેકાબૂ થઇ પલ્ટી ગઈ હતી. આ અકસ્માતમાં 30 જેટલા પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસની ટીમે ઇજાગ્રસ્તોનેે સારવાર માટે સીએચસીમાં દાખલ કર્યા હતા. ગંભીર રીતે ઇજા પામેલા પાંચ પ્રવાસીઓનેે તબીબોએ મેડિકલ કોલેજમાં રિફર કર્યા હતા. બસ બિહારથી દિલ્હી જઇ રહી હતી. તે દરમિયાન આ ઘટના કન્નૌજના તલાગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છિબરામમાં અંડરપાસ નજીક બની હતી.
આ પણ વાંચો : કોડીનાર નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત
બિહારથી બસ 50 જેટલા પ્રવાસીઓને લઈને દિલ્હી આવી રહી હતી
બિહારથી એક બસ આશરે 50 જેટલા પ્રવાસીઓને લઈને દિલ્હી આવી રહી હતી. આ દરમિયાન, બુધવારે વહેલી સવારે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર બસ બેકાબૂ થઈ ગઈ હતી. તાલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના છિબરાઉમાં અંડરપાસ પાસે ડિવાઇડર સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 30 જેટલા પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ બસમાં પ્રવાસીમાં ચીસો ફેલાઇ હતી. માહિતી મળતાની સાથે જ યુપીડીએ અને પોલીસ ટીમે ઇજાગ્રસ્તોને બસમાંથી કાઢીને તેમને તલાગ્રામ સીએચસીમાં દાખલ કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પાંચ પ્રવાસીઓને મેડિકલ કોલેજમાં રિફર કરાયા હતા. જ્યારે અન્ય પ્રવાસીને અન્ય વાહનો દ્વારા દિલ્હી તરફ વાળવામાં આવ્યા હતા. તેમજ ક્રેનની મદદથી પોલીસે રસ્તો સાફ કરીને નુકસાન થયેલી બસને માર્ગમાંથી કાઢી હતી.
આ પણ વાંચો : ભરૂચના ઝાડેશ્વર નજીક ST બસની અડફેટે બાઇક સવાર દંપત્તિનું મોત
ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હતો
પ્રવાસીઓ મુજબ ડ્રાઇવર દારૂના નશામાં હતો. નશામાં હોવાથી તે બસને વધુ ઝડપે ચલાવી રહ્યો હતો. જેના કારણે બસ ડિવાઇડર સાથે ટકરાઈ હતી. બનાવ બાદ ડ્રાઈવર અને કંડક્ટર ઘટના સ્થળેથી નાસી ગયા હતા. પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.