મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના દેડતલાઈ ગામમાં 3 વર્ષનો બાળક તેના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સૌથી રસપ્રદ વાત એ છે કે બાળકે અન્ય કોઈ વિરુદ્ધ નહીં પરંતુ તેની પોતાની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી (child accused mother of beating in burhanpur) છે. બાળકે પોલીસને માતાને જેલમાં પૂરવાનું કહ્યું. તેણી મને મારી નાખે છે. બાળકની વાત સાંભળીને ચોકીના ઈન્ચાર્જ હસી પડ્યા હતા.
માતાએ થપ્પડ મારી, જેલમાં નાખો: માસૂમ બાળકના પિતાએ જણાવ્યું કે રવિવારે બપોરે તેની માતા સ્નાન કરાવીને તેને કાજલ લગાવી રહી હતી અને પુત્ર કાજલ લગાવવા માટે રાજી ન હતો. પછી માતાએ તેને પ્રેમથી થપ્પડ મારી હતી. આ પછી બાળક રડવા લાગ્યો હતો. જ્યારે તેણે બહુ મુશ્કેલીથી તેને શાંત પાડ્યો ત્યારે તેણે પિતાનેન કહેવાનું શરૂ કર્યું કે ચાલો પોલીસ પાસે , માતાએ મને માર્યો છે, તેને જેલમાં નાખવી પડશે. આ સાંભળીને બંને હસી પડ્યા, પરંતુ બાળક રાજી ન થયું એટલે તેને પોલીસ સ્ટેશન લાવવું પડ્યું હતું. પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટર પ્રિયંકા નાયકે નાના બાળકની નારાજગી ઘટાડવાની વિનંતી પર માતા વિરુધ્ધ ફરિયાદ લખી હતી. પછી બાળકની નારાજગી દુર થઇ અને રાજી થયો હતો. પોતાની માતાની ફરિયાદ કરવા આવેલા બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મમ્મી ચોકલેટ પણ ચોરી કરે છે: બાળકે કહ્યું કે માતા તેની ચોકલેટ પણ ચોરી કરે છે. બાળકે જ્યારે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રિયંકાને જોયાં ત્યારે માસૂમ બાળક તરત જ ઈન્ચાર્જ જોડે ગયો અને તેનો હાથ પકડીને કહેવા લાગ્યો કે માતાને જેલમાં નાખો (child told put mother in jail), તેઓ મને મારી નાખે છે. આ સાંભળીને ચોકીના ઈન્ચાર્જ હસવા લાગ્યા. જ્યારે તેણે આ બાબતે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેની માતાએ એક થપ્પડ મારી હતી અને તેણે તેની ચોકલેટ પણ ચોરી લીધી હતી. જેથી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને બાળકની નિર્દોષતા સામે ઝૂકવું પડ્યું અને તેણે પોતાની ફરિયાદ લખાવી હતી, પછી બાળક ખુશ થઈને ઘરે ગયો હતો.