નવી દિલ્હીઃ દિલ્હીના આઝાદ માર્કેટમાં એક નિર્માણાધીન ઈમારતનો એક ભાગ ધરાશાયી(under construction building collapsed) થયો છે. આમાં ત્રણ મજૂરોના મોત થયા છે, જ્યારે 6-7 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડની (Delhi Fire Department) ચાર ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાની જાણ લગભગ 8:30 વાગ્યે ફાયર વિભાગને કરવામાં (Rescue Operation Builing collapse) આવી હતી. એ પછી 4 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 3 લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અન્ય લોકો માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
શું કહે છે અધિકારીઃ દિલ્હીના ફાયર વિભાગના મુખ્ય અધિકારી અતુલ ગર્ગે જણાવ્યું કે સવારે આઝાદ માર્કેટના મકાન નંબર 754 ધરાશાયી થયું છે એવી માહિતી મળી હતી. આ પછી તાત્કાલિક 4 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરી રહેલા એડીઓ રવિન્દ્રએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 3 લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે છથી સાત લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. બચાવ માટે સ્થાનિક પોલીસની સાથે અન્ય એજન્સીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
સાંકળી શેરીમાં મુશ્કેલીઃ આ વિસ્તારમાં શેરી સાંકળી હોવાને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. જેની અસર રાહત અને બચાવકાર્ય પર થઈ રહી છે. બચાવ ટુકડીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઈમારત ત્રણથી ચાર માળની હતી. જેની તાજેતરમાં જ છત ભરવામાં આવી હતી. ઈમારત પડી જતા થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકો પણ રેસક્યૂ ટીમ સાથે રાહત કાર્યમાં જો઼ડાયા હતા. જ્યાં આ ઈમારત પડી ત્યાં નજીકમાં એક સ્કૂલ છે. જ્યારે આ ઈમારત પડી ત્યારે બાળકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ઈમારત પડવાને કારણે વાલીઓએ પણ ઘટના સ્થળે હોબાળો મચાવી દીઘો હતો.