ETV Bharat / bharat

Parliament Budget Session 2022: વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો આપશે જવાબ - સંસદમાં રાષ્ટ્રપતિ

સંસદના બન્ને ગૃહોના સભ્યો મેલોડી ક્વિન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપશે. આ સંદર્ભે આજે (સોમવાર) રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી (Parliamentary proceedings adjourned) એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે.

Parliament Budget Session 2022
Parliament Budget Session 2022
author img

By

Published : Feb 7, 2022, 9:23 AM IST

નવી દિલ્હીઃ સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે સોમવારે પણ ચર્ચાઓ (Discussion on the President's address) કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે સાંજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર (Parliament Budget Session 2022) પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી શકે છે. આ ઉપરાંત, આવતીકાલે મંગળવારે રાજ્યસભામાં પણ આપી જવાબ આપી શકે છે. ઓવૈસી પર થયેલા હુમલાને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના વિગતવાર જવાબ બાદ લોકસભામાં વડાપ્રધાન મોદી જવાબ આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપે તેના લોકસભા સાંસદોને સોમવારે સંસદમાં હાજર રહેવા કહ્યું છે, જોકે તેમાં ચૂંટણી ફરજો નિભાવતા સાંસદોનો સમાવેશ થશે નથી.

આ પણ વાંચો: PM Modi In ICRISAT : નાના ખેડૂતો પર અમારું ફોકસ છે અમે સતત કૃષિક્ષેત્ર મજબૂત કરતાં રહીશું

રાજ્યસભામાં 100 ટકા કામ થયું

ત્રણ દિવસથી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા દરમિયાન જ્યારે શાસક પક્ષ સાથે જોડાયેલા સાંસદો મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાઓ અને નીતિઓ પર સરકારને થપથપાવી રહ્યા છે. આ સાથે જ વિરોધ પક્ષના સાંસદો સરકારની નિષ્ફળતાનો ઉલ્લેખ કરીને સરકારને ઘેરી રહ્યા છે. ચર્ચા પૂરી થયા બાદ વડાપ્રધાન ચર્ચાના અંતે પોતાનું નિવેદન ગૃહ સમક્ષ મૂકશે. સંસદના વર્તમાન બજેટ સત્ર 2022ના પ્રથમ સપ્તાહ દરમિયાન રાજ્યસભામાં 100 ટકા કામકાજ થયું હતું. અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ ગૃહની સરળ કામગીરીની પ્રશંસા કરી અને સભ્યોને આ જ ભાવનાથી કામ ચાલુ રાખવા હાકલ કરી હતી.

આ પણ વાંચો: લતા મંગેશકર પંચતત્વમાં વિલીન, ભાઈએ અગ્નિદાહ આપ્યો, અનુભવીઓએ આપી શ્રદ્ધાંજલિ

ગૃહમાં કુલ 15 ખાનગી બિલ રજૂ કરાયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યસભામાં બજેટ સત્રના પ્રથમ સપ્તાહમાં 15 કલાક અને 17 મિનિટના કાર્યકાળનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 100 ટકા કામકાજ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં અત્યાર સુધીમાં 26 સભ્યોએ ભાગ લીધો છે. અત્યાર સુધીમાં કુલ સાત કલાક અને 41 મિનિટ ચર્ચા થઈ છે. ગૃહે આ માટે કુલ 12 કલાકનો સમય નક્કી કર્યો છે. ગૃહમાં કુલ 15 ખાનગી બિલ રજૂ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.