ETV Bharat / bharat

UP વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા BSP સુપ્રીમો માયાવતી આજે પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે

લખનઉમાં મંગળવારે બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રદેશ મુખ્ય મથકમાં પાર્ટીનું પ્રબુદ્ધ વર્ગ સંમેલન યોજાશે. આ સંમેલનમાં BSP સુપ્રીમો પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે.

author img

By

Published : Sep 7, 2021, 9:23 AM IST

UP વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા BSP સુપ્રીમો માયાવતી આજે પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે
UP વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા BSP સુપ્રીમો માયાવતી આજે પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે
  • લખનઉમાં આજે બહુજન સમાજ પાર્ટીનું પ્રબુદ્ધ વર્ગનું સંમેલન
  • BSP પ્રદેશ મુખ્ય મથક પર યોજાશે પાર્ટીનું પ્રબુદ્ધ વર્ગનું સંમેલન
  • સંમેલનમાં BSP સુપ્રીમો પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે

લખનઉઃ BSP સુપ્રીમો માયાવતી મંગળવારે વિધાનસભા ચૂંટણી 2022ના રણમાં કૂદશે. તેઓ લખનઉમાં થનારા પ્રબુદ્ધ વર્ગ સંમેલનને સંબોધિત કરશે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી જીતીને સત્તા પર આવવા માટે બહુજન સમાજ પાર્ટી (BSP) દરેક સ્તર પર ચૂંટણીની તૈયારીઓને આગળ વધારી રહી છે. મંગળવારે BSP પ્રદેશ મુખ્ય મથકમાં પાર્ટીનું પ્રબુદ્ધ સંમેલન યોજાશે, જેમાં BSP અધ્યક્ષ પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે અને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો શંખનાદ કરશે.

આ પણ વાંચોઃ પંજાબમાં વીજળીના સંકટને લઇને માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

સંમેલન અંગે ગયા મહિને જાહેરાત થઈ હતી

ચૂંટણી પહેલા પ્રબુદ્ધ વર્ગમાં ખાસ કરીને બ્રાહ્મણોને પાર્ટીમાં જોડવા અને તેમને વોટમાં ફેરવવા અંગે BSP સતત સક્રિય છે. ગયા મહિને બહુજન સમાજ પાર્ટી (BSP)એ બ્રાહ્મણોને જોડવા માટે મોટા સ્તર પર પ્રબુદ્ધ સંમેલન કરવાની જાહેરાત કરી હતી. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને બસપાનો બ્રાહ્મણ ચહેરો સતીષચંદ્ર મિશ્રના નેતૃત્ત્વમાં રાજ્યભરના તમામ જિલ્લામાંથી પ્રબુદ્ધ જન સંમેલન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Ayodhyaથી માયાવતી બીએસપી બ્રાહ્મણ સમુદાયનું કેમ્પઈન કરશે શરૂ
માયાવતી સિવાય પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

આ કડીમાં હવે રાજધાની લખનઉમાં બસપા આ પ્રબુદ્ધ સંમેલન વિચાર સંગોષ્ઠીનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં રાજ્યભરના પ્રબુદ્ધ વર્ગના લોકોને બોલાવાયા છે. આ પ્રબુદ્ધ વર્ગ સંમેલનમાં માયાવતી સિવાય પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીષચંદ્ર મિશ્રા, પૂર્વ પ્રધાન નકુલ દુબે, અનંત કુમાર મિશ્રા સહિત અન્ય બસપાના નેતા હાજર રહેશે.

સત્તા પર પરત આવવા માયાવતીનો પ્રયાસ

છેલ્લા કેટલાક દિવસોમાં બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ કહ્યું હતું કે, બસપાના પ્રબુદ્ધ વર્ગ સંમેલનોને સમાજની વચ્ચે સારો આવકાર મળી રહ્યો છે. લોકો બસપાની સાથે ઝડપથી જોડાઈ રહ્યા છે. આ સંમેલનની સફળતાને જોતા ઉત્તરપ્રદેશના અન્ય દળ, જેમાં સપા, કોંગ્રેસ અને ભાજપ ડરેલી છે. બસપાના પ્રબુદ્ધ વર્ગ સંમેલનને યોજવા અંગે વિવિધ ષડયંત્ર થઈ રહ્યા છે. બસપા સુપ્રીમો માયાવતી સતત પ્રબુદ્ધ વર્ગને બસપાથી જોડીને સત્તા પર પરત આવવાનો પ્રયાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.