ETV Bharat / bharat

BSF Raising Day 2021 : સ્નિફર ડોગે ગૃહપ્રધાન અમિત શાહનું આ રીતે કર્યું સ્વાગત, જોતા જ ચોંકી જશો... - SNIFFER DOG SQUAD WELCOMES HOME MINISTER AMIT SHAH

BSFના 57માં સ્થાપના દિવસના (BSF Raising Day 2021) અવસરે BSFના સ્નિફર ડોગ સ્કવોડે જે રીતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું સ્વાગત કર્યું (Sniffer Dog Squad Welcomes To Amit Shah) તે જોઈને તમે પણ ચોંકી જશો....

BSF Raising Day 2021
BSF Raising Day 2021
author img

By

Published : Dec 6, 2021, 7:42 AM IST

  • રાજસ્થાનમાં ઐતિહાસિક રીતે BSFનો સ્થાપના દિવસ ઉજવાયો
  • જેસલમેરમાં આયોજીત કાર્યક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહે હાજરી આપી
  • BSFના સ્નિફર ડોગ સ્કવોડે ગૃહપ્રધાનનું અલગ રીતે કર્યું અભિવાદન

હૈદરાબાદ: BSF 57મો રાઈઝિંગ ડે (BSF Raising Day 2021) ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના બહાદુર સપૂતોની ભૂમિ જેસલમેરમાં રાઈઝિંગ પરેડમાં અનેક અદ્દભુત કારનામાં દર્શાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે BSF (Amit Shah Celebrate BSF Raising Day) જિપ્સીમાં સવાર થઈને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન BSFના સ્નિફર ડોગ સ્કવોડે અલગ રીતે ગૃહપ્રધાનનું અભિવાદન (Sniffer Dog Squad Welcomes To Amit Shah) કર્યું હતું. સ્નિફર ડોગ બુકે અમિત શાહને આપીને તેમનું સ્વાગત કર્યું હતું.

શ્વાન કરે છે ભારત-પાક વચ્ચે પેટ્રોલિંગ

ઉલ્લેખનીય છે કે, BSFના સ્નિફર ડોગ સ્ક્વોડના શ્વાનને ગ્વાલિયર સ્થિત નેશનલ ડોગ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં તાલીમ આપવામાં આવે છે. આ ટુકડીઓમાં જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રીટ્રીવર, ડાબરમેન પિન્સર જેવી જાતિના શ્વાનનો સમાવેશ થાય છે. તેઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર સૈનિકો સાથે પેટ્રોલિંગ કરે છે. તેમને વિસ્ફોટક સામગ્રીમાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુને ઓળખવાનું શીખવવામાં આવે છે. સરહદના કેટલાક વિસ્તાર ખુલ્લા છે, જ્યાં ફેન્સીંગ કરી શકાતી નથી, ત્યાં આ શ્વાનોને ગોઠવવામાં આવે છે.

દેશની આઠમી અજાયબી 'કેમલ માઉન્ટેન બેન્ડ'

BSFના 57માં રાઈઝિંગ ડે નિમિત્તે આયોજિત રાઈઝિંગ પરેડ દરમિયાન પુરુષ અને મહિલા સૈનિકોએ પગપાળા કૂચ કરી હતી. આ સાથે જ ડોગ સ્કવોડ, હોર્સ સ્કવોડ, કેમલ સ્ક્વોડ પરેડમાં ભાગ લીધો હતો. આટલું જ નહીં, આર્ટિલરી રેજિમેન્ટ, એરવિંગ અને કેમલ માઉન્ટેન બેન્ડ કે જેને દેશની આઠમી અજાયબી કહેવામાં આવે છે તેણે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.