આગરાઃ જિલ્લાના જગનેરમાં બ્રહ્માકુમારી આશ્રમ છે. આ આશ્રમમમાં બ્રહ્માકુમારી એકતા અને બ્રહ્માકુમારી શીખા નામક બે સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલે અત્યાર સુધી 3 આરોપીઓની અટકાયત કરી છે. એક આરોપી હજુ પણ ફરાર છે. જેને શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બે સગી બહેનોની આત્મહત્યા કેસમાં પોલીસને કેટલાક મહત્વના પૂરાવા મળ્યા છે. આત્મહત્યાની ઘટના રુમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજીસ જોઈને પોલીસ ચોંકી ગઈ છે. ફૂટેજમાં બંને બહેનોએ સાથે આત્મહત્યા કરી હતી જેમાં મોટી બહેન એકતાનો જીવ બીજા પ્રયાસમાં ગયો હતો.
હ્યુમન રાઈટ્સ અને મહિલા આયોગ તપાસ કરે તેવી માંગઃ મૃતક બે બહેનો ભાઈ સોનુએ હ્યુમન રાઈટ્સ અને મહિલા આયોગ આ ઘટનાની તપાસ કરે તેવી માંગણી કરી છે. સોનુનો આરોપ છે કે બંને બહેનોની આત્મહત્યામાં બ્રહ્માકુમારી પરિવાર પોતાની નૈતિક જવાબદારીથી ભાગી રહ્યો છે. જ્યારે બંને બહેનોએ દિક્ષા લીધેલી હતી તો પછી તેમના અંતિમ સંસ્કાર બ્રહ્માકુમારીના રીત રિવાજથી કરવા જોઈએ. જે કરવામાં આવ્યા નહતા. આ કેન્દ્રને બહેનોની યાદમાં શિક્ષણ સંસ્થાનમાં પરિવર્તિત કરવું જોઈએ.
અનેક પરિવારોએ ન ઉજવી દિવાળીઃ જગનેરના બ્રહ્માકુમારી ઈશ્વરીય સંસ્થાનમાં શુક્રવાર રાત્રે બે સગી બહેનોએ એક સાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથક તાંતપુરમાં ચકચાર મચી ગઈ હતી. રાજસ્થાનની સરહદે આવેલા આ આખા ગામે શોક પાળ્યો છે. તાંતપુરમાં લોકોએ પોતાના ઘર પર રોશની ના કરી, મીઠાઈ ના વહેંચી અને ફટાકડા પણ ન ફોડ્યા. બંને મૃતકો તાંતપુરના રહેવાસી અશોક સિંઘલની બે પુત્રીઓ હતી. આ ગામેથી પણ અનેક લોકો તેમનો સત્સંગ સાંભળવા જતા હતા.
આશ્રમમાં બે બહેનોની એક સાથે આત્મહત્યાથી અમે દુઃખી છીએ. સમગ્ર બ્રહ્માકુમારી પરિવારને ઠેસ પહોંચી છે. માઉન્ટ આબુથી આવેલ ટીમે સમગ્ર ઘટનાની જાણકારી મેળવી છે. સમગ્ર મામલો કૌટુંબિક હોવાનું સામે આવ્યું છે. દરેક આરોપી મૃતકના સંબંધી છે. આરોપી નીરજ બંને બહેનોનો માસીયાઈ ભાઈ થાય છે. પૂરનચંદ માસા છે જ્યારે ગુડન આરોપી નીરજનો કાકા થાય છે. પરિવાર અને સંબંધીઓને લીધે બંને બહેનોએ આ ઘટના વિશે કોઈને કશુ જ જણાવ્યું નહીં...બી. કે. કોમલ(પીઆરઓ, બ્રહ્માકુમારી ઈશ્વરીય પ્રજાપિતા વિશ્વવિદ્યાલય)
આત્મહત્યાના કેસમાં મુખ્ય આરોપી નીરજ માઉન્ટ આબુમાં હતો. પોલીસે માઉન્ટ આબુના આશ્રમમાં તપાસ કરી તો તે આબુથી પણ ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધવાના પ્રયાસો કરી રહી છે. એક્તા અને શીખાના મોબાઈલમાંથી પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. મૃતક એકતાએ આરોપી નીરજને એક વોઈસ મેસેજ મોકલ્યો હતો. જેમાં બોલાવ્યો છતા ન આવ્યો અને દગો કર્યો તેવો ઉલ્લેખ છે. અમને પરેશાન કરનાર લોકો હવે ચેનથી નહીં રહી શકે તેવો વાઈસ મેસેજ પોલીસને મળ્યો છે...મહેશકુમાર(એસપી, ખેરાગઢ, આગરા)