- ગાઝિયાબાદમાં 14મા માળેથી માતા અને બાળક પટકાતા મોત
- રાજ નગર એક્સટેન્શન વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના
ગાઝિયાબાદઃ રાજધાની દિલ્હીની નજીક ગાઝિયાબાદના રાજ નગર એક્સટેન્શન વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. VVIP સોસાયટીના 14માં માળથી 6 વર્ષીય માસૂમ બાળક પડી ગયું છે. જેથી બાળકનું ઘટના સ્થળે મોત થયું છે. મળતી માહિતી મુજબ, બાળક બાલ્કનીમાં રાખવામાં આવેલા કોઈ સામાન ઉપર ચડીને નીચે જોઈ રહ્યું હતું. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
એક ભૂલે લીધો બાળકનો જીવ
અકસ્માત પહેલાં બાળકના પિતા ઘરમાં હાજર હતા, પરંતુ બાળકે ખાવાની જીદ કરતાં પિતા જમવાનું લેવામાટે બિલ્ડીંગની નીચે ગયા હતા. આ સમયે બાળકના પિતા બાલ્કનીનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હતા. જેથી આ સમયે બાળક બાલ્કનીમાં ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો.
પોલીસે કાર્યવાહી શરૂ કરી
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.