મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે છેડતીના કેસને લઈને આજે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આરોપીના જામીન આપતાં જણાવ્યું કે છોકરીનો હાથ પકડીને માત્ર પ્રેમની અભિવ્યક્તિને છેડતીમાં ગણી ન શકાય. હાઈકોર્ટે જણાવ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ જાતીય હુમલાનો કોઈ કેસ નથી. આરોપીએ જાતીય હેતુ માટે સગીરાનો હાથ પકડ્યો ન હતો.
બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી: રીક્ષાવાળાને એક સગીરા સાથે પ્રેમ થતાં તેનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. જે મામલે સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ આ જાતીય હુમલાનો કોઈ કેસ નથી. કારણ કે આરોપીએ જાતીય હેતુ માટે સગીરાનો હાથ પકડ્યો ન હતો. છોકરીનો હાથ પકડીને માત્ર પ્રેમની અભિવ્યક્તિને છેડતીમાં ગણી ન શકાય.
આ પણ વાંચો: Former Minister Yakub Qureshi : યાકુબ કુરેશીને જામીન, કાર્ટૂનિસ્ટનું શિરચ્છેદ માટે ઈનામની કરી હતી જાહેરાત
શું છે મામલો: સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ઓટો ડ્રાઈવર ધનરાજ બાબુ સિંહ રાઠોડે તેમની 17 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી આરોપીની રીક્ષામાં કોલેજ અને ટ્યુશન જતી હતી. બાદમાં પુત્રીએ જ્યારે ઓટોમાં જવાનું બંધ કરી દીધું તો આરોપી તેમની પુત્રીની પાછળ આવવા લાગ્યા. 1 નવેમ્બર 2022ના રોજ આરોપીએ સગીરાનો હાથ પકડીને પોતાનો પ્રેમ તેની સામે જાહેર કર્યો હતો. આરોપ છે કે આરોપીએ પીડિતાને તેની બાઇક પર મૂકવાની પણ ઓફર આપી હતી. પરંતુ સગીરા ત્યાંથી કોઈક રીતે ભાગવામાં સફળ રહી અને તેના ઘરે પહોંચી ગઈ. જે બાદ સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: Umesh Pal Murder Case: વધુ એક આરોપીની કરાઈ ધરપકડ, અખિલેશ યાદવ સાથે આરોપીનો ફોટો થયો વાયરલ
કોર્ટે આરોપીને આપી ચેતવણી: સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ જાતીય હુમલાનો કોઈ કેસ નથી. કારણ કે આરોપીએ જાતીય હેતુ માટે સગીરાનો હાથ પકડ્યો ન હતો. આવી સ્થિતિમાં આરોપી જામીન માટે હકદાર બને છે. જામીન આપવાની સાથે કોર્ટે આરોપીને ચેતવણી આપી છે કે તે ભવિષ્યમાં આવું કોઈ કામ નહીં કરે. નહિ તો તેના જામીન પાછા લઈ લેવામાં આવશે.