ETV Bharat / bharat

Johnson And Johnson: બોમ્બે હાઈકોર્ટે બેબી પાઉડરના ઉત્પાદન, વિતરણ અને વેચાણને આપી મંજૂરી - કંપનીનું લાઇસન્સ રદ કરવાનો આદેશ કઠોર

બોમ્બે હાઈકોર્ટે johnson And johnson કંપનીનું (High Court relief to Johnson & Johnson Company) લાઇસન્સ રદ કરવાના મહારાષ્ટ્ર સરકારના આદેશને રદ કર્યો હતો. સાથે જ johnson & johnsonને તેના બેબી પાવડરના ઉત્પાદન, વિતરણ અને વેચાણ કરવાની મંજૂરી આપી હતી.

બોમ્બે હાઈકોર્ટે બેબી પાઉડરના ઉત્પાદન, વિતરણ અને વેચાણને આપી મંજૂરી

author img

By

Published : Jan 11, 2023, 8:12 PM IST

Updated : Jan 11, 2023, 8:51 PM IST

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારના કંપનીનું લાઇસન્સ રદ કરવાના આદેશને કઠોર ગણાવ્યો હતો, સાથે જ johnson & johnsonને તેના બેબી પાવડરનું ઉત્પાદન, વિતરણ અને વેચાણ કરવાની મંજૂરી આપી હતી. જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ એસ.જી. ડિગેની બેન્ચે કંપનીને બેબી પાઉડરનું ઉત્પાદન, વિતરણ અને વેચાણ કરવાની મંજૂરી આપી હતી.

કંપનીનું લાઇસન્સ રદ કરવાનો આદેશ કઠોર: જસ્ટિસની બેન્ચે રાજ્ય સરકારના બે આદેશોને પડકારતી અરજી પર આ આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારના બે આદેશોમાંથી એક 15 સપ્ટેમ્બર, 2022ના રોજ જ્હોન્સન એન્ડ જોન્સન કંપનીનું લાઇસન્સ રદ કરવાનો હતો અને બીજો 20 સપ્ટેમ્બર, 2022ના રોજ બેબી પાઉડરનું ઉત્પાદન અને વેચાણ તાત્કાલિક બંધ કરવાનો હતો. આદેશ આપતી વખતે ખંડપીઠે કહ્યું હતું કે કોસ્મેટિક ઉત્પાદનો માટે ગુણવત્તા અને સલામતીના ધોરણો જાળવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જો કોઈ એક ઉત્પાદનમાં સહેજ પણ વિચલન થાય તો સમગ્ર ઉત્પાદન પ્રક્રિયાને અટકાવવી યોગ્ય નથી લાગતી.

આ પણ વાંચો: Chausa Thermal Power Plant: જમીન માટે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનો વિરોધ

સરકારના આદેશોને ફગાવી દીધા: હાઈકોર્ટે તેના ચુકાદામાં સરકારના આદેશોને ફગાવી દીધા હતા અને કંપનીને બેબી પાવડર ઉત્પાદનોનું ઉત્પાદન, વિતરણ અને વેચાણ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે આદેશમાં કહ્યું કે, 'એક્ઝિક્યુટિવ કીડીને મારવા માટે હથોડીનો ઉપયોગ કરી શકે નહીં. શું તે હંમેશા અનિવાર્ય છે કે જ્યારે કોઈ ઉત્પાદનના નિયત ધોરણો સાથેનું ન હોય અથવા બેદરકારીનો મામલો હોય, ત્યારે સત્તા પાસે એકમાત્ર વિકલ્પ બાકી રહે છે કે તે ઉત્પાદન કરતી કંપનીનું લાઇસન્સ રદ કરે?'

આ પણ વાંચો: મુસ્લિમોને ભારતમાં રહેવાની મંજૂરી આપનાર મોહન ભાગવત કોણ છે ?

બેબી પાઉડર ઉત્પાદનો ધારા-ધોરણ મુજબના: કોર્ટે જણાવ્યું કે રાજ્ય સરકારનો આદેશ અમને કઠોર લાગે છે. કોર્ટે કહ્યું કે લાયસન્સ રદ કરવાનો આદેશ લેબ રિપોર્ટના આધારે જારી કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે પાવડરમાં પીએચ સ્તર નિર્ધારિત ધોરણ કરતા વધારે છે. કોર્ટે બુધવારે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે નવી તપાસમાં જાણવા મળ્યું છે કે બેબી પાઉડર ઉત્પાદનોના તમામ બેચ નિર્ધારિત ધોરણો મુજબ હતા.

Last Updated : Jan 11, 2023, 8:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.