બેંગલુરુ: બેંગલુરુના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે શુક્રવારે વહેલી સવારે બોમ્બ હોવાની અફવા બાદ સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પોલીસ કંટ્રોલ રૂમને લગભગ 3:45 વાગ્યે કોલ આવ્યો હતો. થોડી જ વારમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું. લગભગ સાડા ત્રણ કલાકની શોધખોળ બાદ સુરક્ષા અધિકારીઓ એવા તારણ પર આવ્યા કે બોમ્બ અંગેની માહિતી નકલી હતી.
બેમ્બની અફવાથી ખળભળાટ ફેલાયો - જોકે અધિકારીએ કહ્યું કે તેઓ હજુ પણ ફોન પર મળેલી માહિતી પર કામ કરી રહ્યા છે પરંતુ એવું લાગે છે કે તે ફેક કોલ હતો. હાલ પોલીસ ફોન કરનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન અમે એરપોર્ટની સુરક્ષા વધારી દીધી છે.
અપડેટ ચાલું છે...