- NCBના ચીફ સમીર વાનખેડે કોર્ટમાં રજૂ કરશે ચાર્જશીટ
- ચાર્જશીટમાં 12 હજાર પાનાની હાર્ડ કોપીનો સમાવેશ
- ડ્રગ્સની સંડોવણી બહાર આવતા NCB તપાસ કરી રહી હતી
મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં NCBએ અધધ 30 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે, જેમાંથી 12 હજાર પાનાની હાર્ડ કોપી અને સીડીમાં પુરાવા આપવામાં આવશે. NCB મુંબઈ યુનિટ બોલીવુડ ડ્રગ્સ કનેક્શનમાં આજે પહેલી ચાર્જશીટ રજૂ કરવા જઈ રહી છે. સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં ઈડીને ડ્રગ્સ સાથે જોડાયેલી ચેટ મળી હતી. ત્યારબાદ ઈડીએ એ ચેટ NCBને આપી હતી. ત્યારબાદથી આ કેસમાં NCBની એન્ટ્રી થઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
આ પણ વાંચોઃ સુશાંતસિંહ આત્મહત્યા કેસઃ ગાંધીનગર FSLએ બોલીવુડ સેલિબ્રિટીઝના 35 મોબાઈલના લોક તોડ્યા
ચાર્જશીટમાં રિયા સહિત 33 આરોપીના નામ આરોપી તરીકે સામેલ
જોકે, NCBએ બનાવેલી 30 હજાર પાનાની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત 33 લોકોના નામ આરોપી તરીકે છે. આ સાથે જ રિયાનો ભાઈ શોવિક, દીપેશ સાવંત, સૈમ્યુઅલ મિરાન્ડા, ક્ષિતિજ પ્રસાદનું નામ પણ ચાર્જશીટમાં છે. આ સાથે જ ઝડપાયેલો ડ્રગ પેડલરનું નામ પણ આરોપી તરીકે છે. આ તમામ લોકોને NCBએ ધરપકડ કરી હતી. NCBએ ડ્રગ્સ, ઈલેક્ટ્રોનિક ઉપકરણોના રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ, સાક્ષીઓના આધારે ચાર્જશીટ બનાવી છે.
આ પણ વાંચોઃ ATS મહેસાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન, 3.90 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો