ETV Bharat / bharat

કરે કોઈ ભરે કોઈ: થેલેસેમિયાના બાળકોને ખરાબ લોહી ચડાવી દેતા HIVગ્રસ્ત - ખરાબ લોહીને કારણે ઈન્ફેક્શન

થેલેસેમિયાના દર્દીઓને ખરાબ લોહી (Polluted Blood) ચડાવી દેતા એમને HIVનો ચેપ (HIV Infection in Child) લાગ્યો હતો. આ ઘટના સામે આવતા આરોગ્ય વિભાગે (Maharashtra State health department ) યુદ્ધના ધોરણે પૂછપરછ શરૂ કરવા માટેના આદેશ આપ્યા છે.

બેદરકારી: થેલેસેમિયાના બાળકોને ખરાબ લોહી ચડાવી દેતા HIVગ્રસ્ત

author img

By

Published : May 26, 2022, 9:38 PM IST

Updated : May 26, 2022, 10:13 PM IST

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી ખરાબ લોહી ચઢાવવાને (Polluted Blood) કારણે થેલેસેમિયાના દર્દીઓને HIVનો ચેપ લાગ્યો (HIV Infection in Child) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નાગપુરના જરીપટકા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં (Private Hospital Nagpur) આ ઘટના બની છે. જ્યાં ચાર બાળકો HIVથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. એક બાળકનું આ ઘટનામાં મોત પણ થયું હતું. ડૉ. વિકી રુઘવાણીએ આ અંગે વિગત આપી હતી. આ મામલે હવે આરોગ્ય વિભાગે આ કેસમાં કડક પગલાં લેવા કામગીરી શરૂ કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પણ આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદના જિલ્લા બન્યા ભ્રષ્ટાચારનું કેન્દ્ર, હવે આ તાલુકામાં સરકારી કર્મચારીએ લીધી લાંચ

એક બાળકનું મોત: દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દર પંદર દિવસે થેલેસેમિયાના દર્દીઓને લોહી ચઢાવવામાં આવે છે. આ બ્લડ તેમને બ્લડ બેંકમાંથી વિનામૂલ્યે આપવામાં આવે છે. જો કે, આ રક્ત આપતી વખતે કેટલાક પરીક્ષણો પણ કરવામાં આવે છે. જો કે, લોહી ખરાબ હોવાથી, પાંચ બાળકોને હેપેટાઈટીસ બી અને ચારને HIVનો ચેપ લાગ્યો હતો. તેનાથી પણ વધુ ચોંકાવનારી હકીકત એ છે કે એક બાળકનું આ સંક્રમણને મોત નીપજ્યું છે. આ ઘટના સામે આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. ઉચ્ચ તબીબો તથા અધિકારીઓની ટીમ દોડતી થઈ ગઈ હતી. આ કેસમાં ચારમાંથી એક બાળકનું મોત નીપજતા મામલો વધારે ગંભીર બની ગયો હતો.

Last Updated : May 26, 2022, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.