ચંદીગઢઃ લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થયેલા બ્લાસ્ટ (Blast in Ludhiana Court Accused ) અંગે પંજાબના ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે મૃતક પૂર્વ પોલીસમેન ગગનદીપ સિંહ હતો. ડ્રગ-તસ્કરીના કેસમાં ધરપકડ થયા પછી તેને 2019માં સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો અને તે બે વર્ષ જેલમાં હતો.
વિસ્ફોટમાં આરોપી પણ માર્યો ગયો છે
આપને જણાવીએ કે લુધિયાણામાં જિલ્લા કોર્ટ પરિસરમાં ગુરુવારે થયેલા વિસ્ફોટમાં (Blast in Ludhiana Court Accused ) એક વ્યક્તિનું મોત થયું હતું અને છ અન્ય ઘાયલ થયા હતાં. વિસ્ફોટમાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ રાજ્ય પોલીસના બરતરફ હેડ કોન્સ્ટેબલ તરીકે કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ EXPLOSION IN DISTRICT COURT: લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ, 1નું મોત, 4 ઈજાગ્રસ્ત, CM ચન્નીએ કહ્યું- છોડશે નહીં
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ગગનદીપ સિંહ લુધિયાણાના ખન્નાનો રહેવાસી હતો અને તેને ડ્રગ્સના કેસમાં હેડ કોન્સ્ટેબલના પદ પરથી બરતરફ કરવામાં આવ્યો હતો. પોલીસે અગાઉ કહ્યું હતું કે તેમને શંકા છે કે વિસ્ફોટમાં (Blast in Ludhiana Court Accused ) માર્યા ગયેલા વ્યક્તિ વિસ્ફોટકો બનાવવા અથવા સ્ટોર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના બાદ પંજાબ સરકારે રાજ્યમાં 'હાઈ એલર્ટ' જાહેર કરી દીધું હતું.
પંજાબમાં અરાજકતા ફેલાવવાની શંકા
ફોરેન્સિક ટીમો અને વિશેષ એજન્સીઓને બ્લાસ્ટ સ્થળ પર બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આશંકા વ્યક્ત કરી છે કે વિસ્ફોટ (Blast in Ludhiana Court Accused ) રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ હોઈ શકે છે, જ્યાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ (Punjab Assembly Election 2022) યોજાવાની છે.
આ પણ વાંચોઃ લુધિયાણા બ્લાસ્ટ પર સિદ્ધુના નિવેદન પર વિવાદ, ભાજપે કહ્યું પાકિસ્તાનને બચાવવાની છે યુક્તિ
કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે અહેવાલ માગ્યો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વહેલામાં વહેલી તકે આ બાબતે વિગતવાર અહેવાલ (Blast in Ludhiana Court Accused ) માંગ્યો છે. તેમણે પ્રાથમિક તપાસના તારણો વિશે પણ જાણ કરવા જણાવ્યું છે.