મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુરમાં કુરકુરે- નૂડલ્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ (Kurkure Factory Blast) થયો છે. જિલ્લાના બેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કુરકુરે અને નૂડલ્સ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટમાં પાંચ લોકોના મૃત્યુ (5 Died Muzaffarpur Factory Blast) થયા છે. આ મૃત્યુઆંક વધી શકે છે.
નજીકની બંગડી અને લોટની મિલ પણ ધરાશાયી થઈ
અકસ્માતના સંબંધમાં પ્રાપ્ત માહિતી અનુસાર બોઈલર ફાટવાનો અવાજ એટલો જોરદાર હતો કે તે સ્થળથી પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટને કારણે નજીકની બંગડી અને લોટની મિલ પણ ધરાશાયી થઈ ગઈ હતી.
પોલીસ દળો લોકોને બચાવવામાં વ્યસ્ત
સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી, ત્યારબાદ પાંચ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવામાં રોકાયેલા હતા. મૃત્યુ પામેલા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. સ્થાનિક લોકોની મદદથી પોલીસ દળો લોકોને બચાવવામાં વ્યસ્ત છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તે જાણી શકાયું નથી.
આ પણ વાંચો: MPના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહનું નિવેદન, એવા પણ હિન્દુઓ છે જે ખાય છે ગૌમાંસ