ઉનાઃ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં (Blast At factory in Himachal Pradesh) ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત (6 killed in the blast) થયા છે. 10 થી 15 લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. બ્લાસ્ટ બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
આ પણ વાંચો: સુદાનમાં સિરામિક ફેક્ટરીમાં વિસ્ફોટમાં કોલવણ ગામના યુવાનનું મોત
ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ
પ્રાપ્ત માહિતી અનુસાર હરોલીના તાહલીવાલ ખાતે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગના કારણે અનેક લોકો દાઝી ગયા હતા. ઘાયલોને ઉના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 9 લોકો બળીને ખાખ