- હુગલી જિલ્લાની મહામંત્રી પામેલા ગોસ્વામીની ધરપકડ
- કોકીન સાથે ઝડપાઇ પામેલા ગોસ્વામી
- પામેલા ગોસ્વામી સાથે પ્રબીર કુમારની પણ ધરપકડ
કોલકતા: ભારતીય જનતા યુવા મોરચા (હુગલી જિલ્લા)ના મહામંત્રી પામેલા ગોસ્વામીની ન્યૂ અલીપુરમાં ધરપકડ કરવામાં આવી છે. તેની થેલીમાંથી કેટલાંક લાખ રૂપિયાની કિંમતના કોકીન પણ મળી આવ્યું છે.
પામેલા યુવા મોરચાના જનરલ સેક્રેટરી
કોલકતા પોલીસે પામેલા ગોસ્વામી તેમજ પ્રબીર કુમારની ધરપકડ કરી છે. સવાલ એ છે કે, પહેલેથી પ્રાપ્ત દવાઓ તેની પાસે કેવી રીતે આવી....? પોલીસે જણાવ્યું હતું કે, તે હુગલીમાં યુવા મોરચાની જનરલ સેક્રેટરી છે. આ ઉપરાંત તેઓ ભાજપના ઘણા ટોચના નેતાઓ અને પશ્ચિમ બંગાળના સાંસદો સાથે પણ સંપર્કમાં છે.
આ મુદ્દે ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ પામેલા ગોસ્વામીની ધરપકડની વિરુદ્ધ કડક પ્રતિક્રિયા આપી હતી. લોકેટે જણાવ્યું હતું કે પોલીસે પામેલાને TMCના ઈશારા પર ખોટી બાબતમાં ફસાવી છે. લોકેટે એમ પણ કહ્યું હતું કે પક્ષ આ મામલાની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યું છે અને પાર્ટી આ બાબતે કોઈ પણ પ્રકારના ભય વગર સામનો કરશે.
પામેલા વિરુદ્ધ નોંધાયો ગુનો
પશ્ચિમ બંગાળમાં ભાજપ યુવા મોરચાની મહિલા નેતા પામેલા ગોસ્વામીની ધરપકડ કોકીન રાખવાના આરોપસર કરવામાં આવી છે. કોલકાતા પોલીસે પામેલા ગોસ્વામીને 90 ગ્રામ કોકેઇન સાથે ધરપકડ કરી છે. જેની કિંમત આશરે 10 લાખ રૂપિયા છે. પામેલાની સાથે તેના સહાયક પ્રબીર ડેની પણ ધરપકડ કરવામાં આવી છે. ભાજપ સાથે જોડાયેલી પામેલાની ધરપકડ થયા બાદ રાજકારણ તીવ્ર બની ગયું છે. જો કે ભાજપના આરોપી નેતાએ કહ્યું છે કે, મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. પોલીસે પામેલા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
સુજિત બોઝની પ્રતિક્રિયા....
પામેલા ગોસ્વામીની ધરપકડ અંગે ભાજપના મોટાભાગના નેતાઓ નિવેદન આપવાનું ટાળતા જોવા મળ્યા હતા, ત્યારે TMC નેતાએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. પામેલાની ધરપકડ અંગે પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી અને TMC નેતા સુજિત બોઝે પ્રતિક્રિયા આપી હતી. તેમણે નામ લીધા વિના કહ્યું, તમે રાહ જુઓ વધુ લોકો પકડાશે. અમે પહેલેથી જ કહ્યું હતું કે ભાજપ કાંઈ કરી શકશે નહીં. મમતા બેનર્જી બંગાળમાં છે અને બંગાળમાં રહેશે.