નવી દિલ્હી: ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (Home Minister Amit Shah) અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (BJP Party President Nadda) મંગળવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. સૂત્રોએ આ માહિતી આપી હતી. આ બેઠકમાં લોકસભાની તે 144 બેઠકો જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે. જેના પર ભાજપ છેલ્લી ચૂંટણીમાં નજીવા માર્જિનથી ચૂકી ગઈ હતી. આ બેઠકોને જૂથોમાં વહેંચવામાં આવી હતી અને દરેક જૂથનું નેતૃત્વ એક કેન્દ્રીય પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સાંજે 4.30 કલાકે બેઠક યોજાય તેવી શક્યતા છે.
-
BJP to hold meeting for considering shortcomings in 144 'weak' constituencies before LS 2024 polls
— ANI Digital (@ani_digital) September 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read more At: https://t.co/ppPClCYs9O#BJP #loksabhaelection2024 pic.twitter.com/EbZmQOuNzR
">BJP to hold meeting for considering shortcomings in 144 'weak' constituencies before LS 2024 polls
— ANI Digital (@ani_digital) September 6, 2022
Read more At: https://t.co/ppPClCYs9O#BJP #loksabhaelection2024 pic.twitter.com/EbZmQOuNzRBJP to hold meeting for considering shortcomings in 144 'weak' constituencies before LS 2024 polls
— ANI Digital (@ani_digital) September 6, 2022
Read more At: https://t.co/ppPClCYs9O#BJP #loksabhaelection2024 pic.twitter.com/EbZmQOuNzR
પ્રધાનો મેદાને ઊતરશેઃ પ્રધાનોના અન્ય જૂથને પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આ મતવિસ્તારોની અંદરના તમામ વિધાનસભા મતવિસ્તારોની મુલાકાત લેવા અને રાજકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમને સંભવિત ઉમેદવારોને ઓળખવાની કામગીરી પણ સોંપવામાં આવી હતી. ભાજપ મુખ્યાલયમાં યોજાનારી આ બેઠકમાં ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્ર સિંહ તોમર, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનો હાજરી આપે તેવી શક્યતા છે.
મતવિસ્તારની સમીક્ષાઃ બેઠક દરમિયાન પ્રધાનો આ મતવિસ્તારો અંગે વિગતવાર અહેવાલ રજૂ કરશે. આ 144 લોકસભા સીટોની યાદીમાં તે સીટોનો પણ સમાવેશ થાય છે. જ્યાં 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપી બીજા કે ત્રીજા ક્રમે રહી હતી. સૂત્રોએ જણાવ્યું કે મંત્રીઓએ લગભગ તમામ મતવિસ્તારોની મુલાકાત લીધી છે અને ચૂંટણીલક્ષી મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરી છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રધાનોએ આ મતવિસ્તારોમાં ભાજપની સ્થિતિનું વિશ્લેષણ કર્યું અને 2024ની ચૂંટણીમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાંની ઓળખ કરી. પાર્ટીએ આ મતવિસ્તારો પર એક વિગતવાર બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, જેમાં ધર્મ, જાતિ, ભૌગોલિક ક્ષેત્ર, મતદાર મતદાન અને તેની પાછળના કારણોની માહિતી શામેલ છે.