બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ વતી ચૂંટણી પ્રચારને લઈને સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભાજપના તમામ મોટા નેતાઓના નામ સામેલ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલ સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ અને અમિત શાહનો સમાવેશ થાય છે.
-
Bharatiya Janata Party releases list of star campaigners for Karnataka Assembly elections
— ANI (@ANI) April 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
PM Modi, JP Nadda, Rajnath Singh and Amit Shah are among those who will be campaigning in the state pic.twitter.com/8DW3qereia
">Bharatiya Janata Party releases list of star campaigners for Karnataka Assembly elections
— ANI (@ANI) April 19, 2023
PM Modi, JP Nadda, Rajnath Singh and Amit Shah are among those who will be campaigning in the state pic.twitter.com/8DW3qereiaBharatiya Janata Party releases list of star campaigners for Karnataka Assembly elections
— ANI (@ANI) April 19, 2023
PM Modi, JP Nadda, Rajnath Singh and Amit Shah are among those who will be campaigning in the state pic.twitter.com/8DW3qereia
સ્ટાર પ્રચારકની યાદીમાં ભૂપેન્દ્ર પટેલનું નામ નહિ: કર્ણાટકમાં ભાજપ ચૂંટણી પ્રચારમાં કોઈ કસર ન છોડવા તમામ પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પ્રચાર દ્વારા પાર્ટી પોતાના કાર્યોને લોકો સુધી પહોંચાડવામાં વ્યસ્ત છે. મતદારોને પોતાના પક્ષમાં કરવા ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. પાર્ટીના તમામ મોટા નેતાઓને પ્રચારમાં સામેલ કરવા માટે યાદી તૈયાર કરવામાં આવી છે. હાલ તો પાર્ટીવતી મોટા નેતાઓના જ નામ સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં સ્ટાર પ્રચારક તરીકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું નામ નથી. તેથી સ્પષ્ટ છે કે ભૂપેન્દ્ર પટેલ સ્ટાર પ્રચારક નથી.
આ પણ વાંચો: Karnataka Election 2023: કર્ણાટકમાં 187 કરોડ રૂપિયાની રોકડ અને દારૂ જપ્ત
ગુજરાતના નેતાઓનો સમાવેશ નહિ: ગુજરાતે 2022 ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત હાંસલ કરી હતી. ગુજરાતના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડીને 156 બેઠકો હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત એ ભાજપ માટે રાજનીતિની પ્રયોગશાળા છે. ગુજરાત મોડલને આગળ રાખીને તેઓ ચૂંટણી લડે છે. ત્યારે આ સ્ટાર પ્રચારકોની યાદીમાં એક પણ ગુજરાતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: Karnataka Election 2023: કોણ છે KGFની સૌથી ધનિક મહિલા ઉમેદવાર કે જેની પાસે છે 1743 કરોડની સંપત્તિ
બીજી યાદી બહાર પડે તેવી સંભાવના: એવી અટકળો છે કે ચૂંટણી પ્રચારને લઈને બીજી યાદી પણ બહાર પાડવામાં આવી શકે છે. કારણ કે આ યાદીમાં બીજા ઘણા મોટા નેતાઓના નામ સામેલ નથી. તે જ સમયે, ચૂંટણી પંચ રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે કડક છે. રાજ્યમાં આચારસંહિતા ભંગના મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે. તે જ સમયે, રાજ્યમાં શાસન વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રાજ્યમાં દરેક શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. રાજ્યમાં કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તેની ખાતરી કરવામાં આવી રહી છે.