ETV Bharat / bharat

પરાઠા અને રોટી પર ચાલતી ટ્વિટર વૉર પર ભાજપે આપી મોટી પ્રતિક્રિયા

કેન્દ્ર સરકારના GSTના (BJP Reaction GST Rates) દરને લઈને અનેક વખત બબાત મચી જતી હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર સમયાંતરે આ દરની જોરદાર ઉપેક્ષા થાય છે. સોશિયલ મીડિયા પર જાણે સામસામું યુદ્ધ છેડાયું હોય એવા માહોલ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓની વાત કરવામાં આવે ત્યારે કેન્દ્ર સરકાર પર માછલા ધોવાય છે. આવી જ સ્થિતિ ફરી એકવખત જોવા મળી છે.

પરાઠા અને રોટી પર ચાલતી ટ્વિટર વૉર પર ભાજપે આપી મોટી પ્રતિક્રિયા
પરાઠા અને રોટી પર ચાલપરાઠા અને રોટી પર ચાલતી ટ્વિટર વૉર પર ભાજપે આપી મોટી પ્રતિક્રિયાતી ટ્વિટર વૉર પર ભાજપે આપી મોટી પ્રતિક્રિયા
author img

By

Published : Oct 14, 2022, 7:43 PM IST

Updated : Oct 14, 2022, 10:33 PM IST

નવી દિલ્હીઃ જ્યારથી પરાઠા અને રોટલી પર GSTના દર લાગુ થયા (BJP Reaction GST Rates) છે ત્યારથી આ મુદ્દો સતત અને સખત ચર્ચમાં રહે છે. સોશિયલ મીડિયા વેબસાઈટ પર તો રીતસરની બે જુથ વચ્ચે મોટી ખેંચતાણ (Paratha Vs Roti food GST) જોવા મળી હતી. હવે એક સમય પછી ફરીવાર આ ચિત્ર ટ્વિટર પર જોવા મળી રહ્યું છે. જેમાં પરોઠા પર 18 ટકા અને રોટલી પર 5 ટકા GST લગાવવા પર ગુજરાત એપીલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ પર તકરાર મચી ગઈ છે.

  • Frozen rotis and parathas were taxed at 28% under the Congress rule, which under the GST, has been reduced to 18%.

    Frozen food is sealed packed, branded and usually consumed by the upwardly mobile.

    Also, the ruling to put it in 18% bracket was given by AAAR and not the Govt! pic.twitter.com/ljMjn6ILqA

    — Amit Malviya (@amitmalviya) October 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરકારને ઘેરવા પ્રયાસઃ રોટલી અને પરાઠા વચ્ચે લાગુ કરાયેલા નવા દરને લઈને કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસ થઈ રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુદ્દે ગરમાવો આવી રહ્યો છે. જેની સામે ભાજપ મીડિયા સેલના અમિત માલવીયાએ સ્પષ્ટતા કરી હતી કે, કોંગ્રેસના શાસનમાં ફ્રોઝન રોટલી અને પરોઠા પર 18 ટકા ટેક્સ લાગતો હતો. જ્યારે હવે પરોઠા પર 18 અને રોટલી પર 5 ટકા ટેક્સ લાગે છે.

શું છે આખો મામલોઃ ગુજરાતની એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAAR) કહે છે કે રોટલી અને પરાઠા વચ્ચે મોટો તફાવત છે. રોટી પર 5 ટકા જીએસટી લાગશે જ્યારે પરાઠા પર 18 ટકા જીએસટી લાગશે. આ નિર્ણય અમદાવાદ સ્થિત કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આવ્યો છે. આ કંપની રાંધવા માટે ઘણા પ્રકારના તૈયાર એટલે કે ફ્રોઝન પરાઠા બનાવે છે. કંપનીની દલીલ એવી હતી કે રોટલી અને પરાઠામાં બહુ ફરક નથી. બન્ને લોટમાંથી બને છે, તેથી પરાઠા પર પણ 5% GST લાગવો જોઈએ. માત્ર તેને બનાવવાની પ્રક્રિયા સમાન નથી, પરંતુ તેનો ઉપયોગ અને વપરાશ કરવાની રીત પણ સમાન છે. પરંતુ AAARએ કંપનીની દલીલને નકારી કાઢી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે પરાઠા પર 18 ટકા GST લાગશે.

  • GST on Roti 5%
    GST On Parantha 18%

    Why is South Indian Nirmala Sitharaman going against breakfast of North Indians?

    After putting GST on dahi, she has put 18% GST on Paranthas.

    Stop this indirect Dosa imposition on North.#GST https://t.co/hCncOOsZPa

    — sib kumar (@SibKumar16) October 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નિર્ણય માન્ય રાખ્યોઃ અગાઉની ઓથોરિટી ફોર એડવાન્સ રુલીંગ્સ (AAR)ની અમદાવાદ બેન્ચે ચુકાદો આપ્યો હતો કે તૈયાર-ટુ-કુક એટલે કે ફ્રોઝન પરાઠા પર 18 ટકા GST લાગશે. કંપનીએ તેની સામે AAARમાં અપીલ કરી હતી. પરંતુ એપેલેટ ઓથોરિટીએ AARના નિર્ણયને માન્ય રાખ્યો હતો. ઓથોરિટીએ કહ્યું કે વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત પરાઠામાં 36 થી 62 ટકા લોટ હોય છે. આ સાથે, બટાકા, મૂળા અને ડુંગળી સિવાય તેમાં પાણી, વનસ્પતિ તેલ અને મીઠું હોય છે. સાદી રોટલી કે ચપાતીમાં માત્ર લોટ અને પાણી હોય છે અને તેને સીધું જ ખાવામાં આવે છે જ્યારે પરાઠાને ખાધા પહેલા રાંધવા પડે છે.

શ્વાસમાં GST: પરાઠા પર 18 ટકા ટેક્સ લગાવવાના નિર્ણય પર યુઝર્સે ટ્વિટર પર ફની કોમેન્ટ્સ કરી છે. દીપક કુમાર નામના યુઝરે લખ્યું, 'એવું લાગે છે કે માનવ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રી નિર્મલા સીતારમણજી દિલ્હીની પ્રખ્યાત પરાઠા ગલીમાં આવ્યા છે. બાય ધ વે, કેન્દ્રીય પ્રધાન પણ શાકભાજી ખરીદે છે, શાકભાજી પર ક્યારે GST લાગશે. વિન્ડ બ્લોઅર નામના યુઝરે લખ્યું કે 18% GSTને કારણે તમે ઓછા પરાઠા ખાશો અને તમારું વજન નિયંત્રણમાં રહેશે. આશિષ મિશ્રા નામના યુઝરે લખ્યું, 'જીએસટી સીધા શ્વાસમાં લાગુ કરો.'

Last Updated : Oct 14, 2022, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.