- જેપી નડ્ડાએ અનાથ બાળકો માટે યોજના બનાવવા પત્ર લખ્યો
- કોરોના મહામારીને કારણે કોઈ પ્રોગ્રામ નહીં
- 24 કલાકમાં જ માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકની માહિતી બાળ કલ્યાણ આયોગએ આપવી પડશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકાર 30 મે ના રોજ પોતાની 7મી વર્ષગાંઠ ઉજવશે. જો કે, આ વખતે કોરોના મહામારીને કારણે સરકારે કોઈપણ કાર્યક્રમ ન કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કેટલીક યોજનાઓ કેન્દ્રમાંથી જ નહીં, પરંતુ ભાજપ શાસિત રાજ્યોમાંથી પણ શરૂ કરવામાં આવશે.
જેપી નડ્ડાએ અનાથ બાળકો માટે યોજના બનાવવા પત્ર લખ્યો
આ જ બાબતને લઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ કોવિડ 19માં અનાથ થયેલા બાળકો માટે રાજ્યોને યોજનાઓ બનાવવા માટે પત્ર લખ્યો છે. કોવિડ 19 મહામારી દરમિયાન અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં બાળકો અનાથ થઈ ગયા છે.
આ પણ વાંચો: કોરોનાએ લીધો માતાનો ભોગ, બે અનાથ બાળકોને મળી વડોદરા કાઉન્સિલરની મોટી મદદ
કોરોના મહામારીને કારણે કોઈ પ્રોગ્રામ નહીં
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એવી જાહેરાતોનું પૂર આવી ગયું હતું જેમાં કોવિડ -19 થી તેમના બન્ને માતા-પિતાને ગુમાવેલા બાળકોને દત્તક લેવા લોકો જાહેરાતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી રહ્યા હતા.
24 કલાકમાં જ માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકની માહિતી બાળ કલ્યાણ આયોગએ આપવી પડશે
આ બાબતને જોતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય અને મહિલા અને બાળ કલ્યાણ આયોગે પણ નિર્દેશ જાહેર કર્યા હતા કે, જો કોઈ બાળકોના બન્ને માતા-પિતાનું નિધન થઈ જાય છે તો 24 કલાકની અંદર તે બાળકની જાણકારી રાજ્યના બાળ કલ્યાણ આયોગને દેવી જરૂરી હશે.
સેવા કાર્યોનું આયોજન કરી આભાર વ્યક્ત કરશે
ભાજપ શાસિત મુખ્યપ્રધાનોને લખેલા પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ કાર્યક્રમો યોજવામાં આવશે નહીં. સેવાના જ સંગઠનના મંત્રને પગલે આ તક જનતા જનાર્દનની સેવામાં સમર્પિત કરવામાં આવશે. સેવા કાર્યોનું આયોજન કરીને દેશની જનતાનો આભાર માનવામાં આવશે.
આ પણ વાંચો: ભાવનગરમાં અનાથ બાળકોનું પુનઃ સ્થાપન કરતી સંસ્થા 8 તારીખે વધુ ત્રણ બાળકોનું કરશે પુનઃ સ્થાપન
બાળકોના સહારો આપવો જરૂરી
નડ્ડાએ પત્રમાં લખ્યું છે કે, માતા-પિતા બન્નેને ગુમાવી ચૂકેલા બાળકોના સલામત ભાવિ માટે તેમની સાથે ઉભા રહેવા, તેમને બધાને ટેકો આપવો પડશે, અમારી સામાજિક ફરજ પણ છે કે, આવા બાળકો અને પરિવારો માટે એક વ્યાપક યોજના સંબંધિત એક માર્ગદર્શિકા અંગે ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે.