- ભોપાલ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો ડાન્સ વિડીયો વાયરલ
- કોંગ્રેસના નરેન્દ્ર સલુજાએ કરી તીખી ટીપ્પણી
- '...ખુશીથી ઝૂમતાં જોતાં હોઈએ છીએ ત્યારે ખૂબ આનંદ થાય છે ..?'
ભોપાલઃ ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર (BJP MP Pragya thakur) ભલે કોર્ટમાં અસ્વસ્થ હોવાનું જણાવતાં હોય, પરંતુ એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ નૃત્ય કરતી જોવા મળી રહ્યાં છે. આ વીડિયો તાજેતરમાં જ તેમના બંગલામાં શૂટ કરવામાં આવ્યો હતો. કિલા રામપુરામાં રહેતાં નર્મદા પ્રસાદની બંને પુત્રીઓનો લગ્ન સમારોહ તેમના બંગલામાં યોજવામાં આવ્યો હતો, જ્યાં પ્રજ્ઞા ઠાકુર લગ્નના માહોલમાં પોતાને ડાન્સ કરતાં રોકી શક્યાં નહીં. પ્રજ્ઞા ઠાકુરના ડાન્સ (BJP MP Pragya thakur Dance )પર તીખી ટીપ્પણી કરતાં કોંગ્રેસના નરેન્દ્ર સલુજાએ વીડિયો પોસ્ટ કર્યો અને ટ્વિટર પર લખ્યું - જ્યારે પણ આપણે આપણા ભોપાલના સાંસદ બહેન પ્રજ્ઞા ઠાકુરરને બાસ્કેટબોલ રમતાં, ટેકા વિના ચાલતાં અથવા આ રીતે ખુશીથી ઝૂમતાં જોતાં હોઈએ છીએ ત્યારે ખૂબ આનંદ થાય છે ..?
-
हमारी भोपाल की सांसद बहन प्रज्ञा ठाकुर को जब भी बास्केट बॉल खेलते हुए , बग़ैर सहारे के चलते हुए या इस तरह ख़ुशी से झूमते हुए देखते है तो बड़ी ख़ुशी होती है…? pic.twitter.com/MR01Gumnun
— Narendra Saluja (@NarendraSaluja) July 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">हमारी भोपाल की सांसद बहन प्रज्ञा ठाकुर को जब भी बास्केट बॉल खेलते हुए , बग़ैर सहारे के चलते हुए या इस तरह ख़ुशी से झूमते हुए देखते है तो बड़ी ख़ुशी होती है…? pic.twitter.com/MR01Gumnun
— Narendra Saluja (@NarendraSaluja) July 7, 2021हमारी भोपाल की सांसद बहन प्रज्ञा ठाकुर को जब भी बास्केट बॉल खेलते हुए , बग़ैर सहारे के चलते हुए या इस तरह ख़ुशी से झूमते हुए देखते है तो बड़ी ख़ुशी होती है…? pic.twitter.com/MR01Gumnun
— Narendra Saluja (@NarendraSaluja) July 7, 2021
ઢોલના તાલ પર થીરક્યાં પ્રજ્ઞા ઠાકુર
પ્રજ્ઞા ઠાકુરના ( BJP MP Pragya thakur) ડાન્સની બાબત એવી બની હતી કે નર્મદાપ્રસાદની બે દીકરીઓ ચંચલ અને સંધ્યાના લગ્ન કરાવવાનું મુશ્કેલ બની રહ્યું હતું. ત્યારે તેમણે સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો સંપર્ક કર્યો હતો. તેમણે નર્મદાપ્રસાદને દીકરીઓના લગ્ન નક્કી કરવાનું કહ્યું અને સાથે જણાવ્યું કે બંને દીકરીના લગ્ન તેમના બંગલા પર કરવામાં આવશે.આ બાદ બંને દીકરીઓનો સંબંધ ઉજ્જૈનના નાનુખેડા ગામના ખેડૂત પરિવારમાં નક્કી કરવામાં આવ્યો અને ઉજ્જૈનથી તેમની જાન પણ આવી. જેનું સ્વાગત સાંસદ પ્રજ્ઞા ઠાકુરે જ કર્યું હતું. આમ પ્રજ્ઞા ઠાકુરના બંગલા પર લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવી ત્યારે દરમિયાનમાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર (BJP MP Pragya thakur) ખુશીથી ઝૂમી ઉઠ્યાં હતાં.
-
भोपाल की भाजपा सांसद साध्वी ठाकुर को अभी तक व्हील चेयर पर ही देखा था लेकिन आज उन्हें भोपाल में स्टेडीयम में बास्केट बॉल पर हाथ आज़माते देखा तो बड़ी ख़ुशी हुई…
— Narendra Saluja (@NarendraSaluja) July 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
अभी तक यही पता था कि किसी चोट के कारण वो ठीक से खड़ी और चल फिर भी नही सकती है…?
ईश्वर उन्हें हमेशा स्वस्थ रखे.. pic.twitter.com/UQrmsXkime
">भोपाल की भाजपा सांसद साध्वी ठाकुर को अभी तक व्हील चेयर पर ही देखा था लेकिन आज उन्हें भोपाल में स्टेडीयम में बास्केट बॉल पर हाथ आज़माते देखा तो बड़ी ख़ुशी हुई…
— Narendra Saluja (@NarendraSaluja) July 1, 2021
अभी तक यही पता था कि किसी चोट के कारण वो ठीक से खड़ी और चल फिर भी नही सकती है…?
ईश्वर उन्हें हमेशा स्वस्थ रखे.. pic.twitter.com/UQrmsXkimeभोपाल की भाजपा सांसद साध्वी ठाकुर को अभी तक व्हील चेयर पर ही देखा था लेकिन आज उन्हें भोपाल में स्टेडीयम में बास्केट बॉल पर हाथ आज़माते देखा तो बड़ी ख़ुशी हुई…
— Narendra Saluja (@NarendraSaluja) July 1, 2021
अभी तक यही पता था कि किसी चोट के कारण वो ठीक से खड़ी और चल फिर भी नही सकती है…?
ईश्वर उन्हें हमेशा स्वस्थ रखे.. pic.twitter.com/UQrmsXkime
માલેગાંવ બ્લાસ્ટના આરોપી છે પ્રજ્ઞા ઠાકુર
પ્રજ્ઞા ઠાકુરે (BJP MP Pragya thakur) 2019માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી હતી, ભોપાલથી તેમણે કોંગ્રેસના દિગ્ગજ દિગ્વિજયસિંઘની સામે ચૂંટણી લડી હતી અને સાધ્વીએ પહેલીવારમાં જ અનુભવી ખેલાડીને હરાવી દીધાં હતાં. સાધ્વી હંમેશાં તેના નિવેદનોને લઈને વિવાદોમાં રહે છે.2008ના માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી હાલમાં જામીન પર જેલથી બહાર છે. 2017માં જામીન મેળવતાં પહેલાં તે 9 વર્ષ જેલમાં રહ્યાં છે.ઉત્તર મહારાષ્ટ્રના મુંબઇથી લગભગ 200 કિલોમીટર દૂર આવેલા માલેગાંવમાં એક મસ્જિદ પાસે બાઇક વિસ્ફોટથી છ લોકો માર્યા ગયાં હતાં.અને 100થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. તપાસ એજન્સી એનઆઈએ વિસ્ફોટકોવાળી બાઇક સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની (BJP MP Pragya thakur) હોવાનું જણાવ્યું હતું, જ્યારે પ્રજ્ઞા ઠાકુરે તેને અકસ્માત પહેલાં જ વેચી દીધી હતી.
આ પણ વાંચોઃ લગ્નમાં ઢોલના તાલે નાચી પ્રજ્ઞા ઠાકુર, જુઓ વીડિયો
આ પણ વાંચોઃ દિગ્વિજય સિંહે Article-370 પર આપેલા નિવેદન અંગે દેશની માફી માગેઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર