- સાંસદ અનિલ બલૂની કોરોનાથી સંક્રમિત
- સાંસદ અનિલ બલૂની હાલ સારવાર હેઠળ
- મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતથી પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર, હરીશ રાવત સહિત ઘણા નેતાઓ કોરોના પોઝિટિવ
દહેરાદૂન: રાજ્યસભાના સાંસદ અનિલ બલૂની કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.
મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતથી લઈ અનેક નેતાઓ કોરોના પોઝિટિવ
ઉત્તરાખંડમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતથી લઈ પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર, હરીશ રાવત સહિત ઘણા નેતાઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, દરેકે કોરોનાને માત આપી દીધી છે.
આ પણ વાંચો: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ
રાજ્યસભાના સાંસદ અનિલ બલૂની સારવાર હેઠળ
રાજ્યસભાના સાંસદ અનિલ બલૂનીએ ટ્વિટ કરીને લખ્યું કે, આજે મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી છે. કોરોનાની અસર વધી રહી છે. તમારે સૌ પણ તમારું ધ્યાન રાખો.
RSSના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને નાગપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંગઠને આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: ફારૂક અબ્દુલ્લા ફરીથી થયા કોરોના પોઝિટિવ
પાટણ સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત થયા
પાટણના જાગૃત સાંસદ ભરતસિંહ ડાભીએ 10 દિવસ પહેલા કોરોના પ્રતિરોધક રસી લીધી હતી. રસી લીધી હોવા છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રસી લેનાર અન્ય વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોના રસી લેનારા પાટણના સાંસદનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો.