ETV Bharat / bharat

PM Security Breach: વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ખામી મામલે ભાજપના નેતાઓ વિરોધમાં શરૂ કરશે દેશવ્યાપી અભિયાન - pm modi security breach issue

ગુજરાત અને ગોવાના બીજેપી પ્રતિનિધિમંડળે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના રાજીનામાની માગ (Demand for resignation of CM Channi) ઉઠાવી અને રાજ્યપાલને તેમની માગ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.

PM Security Breach
PM Security Breach
author img

By

Published : Jan 7, 2022, 7:29 AM IST

નવી દિલ્હીઃ પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ખામીનો મામલો (PM Security Breach Punjab) જોર પકડી રહ્યો છે. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના સાંસદો, ધારાસભ્યો સહિત તમામ નેતાઓ શુક્રવારે રાજઘાટ અને ડો. આંબેડકરની પ્રતિમા પાસે બેસીને બે કલાકનું મૌન પાળશે. આ સાથે ભાજપની ટોચની નેતાગીરી પોતપોતાના રાજ્યોના રાજ્યપાલને વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ક્ષતિ અને કોંગ્રેસ વિરુદ્ધ મેમોરેન્ડમ આપશે. આ સિવાય ભાજપ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ પત્ર લખશે.

પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના રાજીનામાની માગ ઉઠી

ગુજરાત અને ગોવામાં ભાજપનું પ્રતિનિધિમંડળ ગુરુવારે રાજ્યપાલને મળ્યું હતું. ગુજરાત અને ગોવામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રતિનિધિમંડળો ગુરુવારે રાજ્યપાલોને મળ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી હોવાના મામલે કડક પગલાં લેવાની માગ કરી હતી. ગુજરાતમાં સત્તારૂઢ ભાજપનું એક પ્રતિનિધિમંડળ તેના રાજ્ય એકમના પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યું અને આ સંદર્ભે એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. બીજેપીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પ્રતિનિધિમંડળનો એક ભાગ હતા.

કોંગ્રેસ અને તેની ટોચની નેતાગીરીની પણ ટીકા કરાઈ

મેમોરેન્ડમ દ્વારા ભાજપના નેતાઓએ સમગ્ર ઘટનાને લઈને પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના રાજીનામાની માગ ઉઠાવી અને રાજ્યપાલને વિનંતી કરી કે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમની માગ (Demand for resignation of CM Channi) પહોંચાડી છે. રાજ્યપાલને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા પાટીલે આરોપ લગાવ્યો કે ષડયંત્રના ભાગરૂપે વડાપ્રધાનના જીવને જોખમમાં મુકવામાં આવ્યું હતું. આ ઘટના અંગે કોંગ્રેસ અને તેની ટોચની નેતાગીરીની પણ ટીકા કરી હતી.

ભાજપના નેતાઓ ગુરુવારે રાજ્યપાલ પી.એસ.શ્રીધરન પિલ્લઈને મળ્યા

આ દરમિયાન ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત સહિત રાજ્ય ભાજપના નેતાઓ ગુરુવારે રાજ્યપાલ પી.એસ.શ્રીધરન પિલ્લઈને મળ્યા હતા અને વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિઓ બદલ પંજાબ સરકારની બરતરફીની માંગણી ઉઠાવી હતી. પ્રતિનિધિમંડળમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સદાનંદ શેટ સહિત અન્ય નેતાઓ સામેલ હતા. પ્રતિનિધિમંડળને મળ્યા બાદ રાજ્યપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ આ માગને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડશે.

આ પણ વાંચો: Modi in Bhatinda: CMનો આભાર કે હું જીવતો પરત ફરી શક્યો', શું ચૂંટણીમાં પણ વડાપ્રધાનનું નિવેદન મુદ્દો બનશે?

આ પણ વાંચો: PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.