ETV Bharat / bharat

બિગ બોસમાં સિદ્ધાર્થ શુક્લાને મિત્ર માનતી સોનાલી ફોગાટનું ગોવામાં નિધન - भाजपा नेता सोनाली फोगाट की मौत

બીજેપી નેતા અને બિગ બોસ ફેમ તેમજ ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું નિધન થયું છે. સોનાલી ફોગાટનું ગોવામાં અવસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ સોનાલી ફોગાટનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. Sonali Phogat passes away

બિગ બોસમાં સિદ્ધાર્થ શુક્લાને મિત્ર માનતી સોનાલી ફોગાટનું ગોવામાં નિધન

author img

By

Published : Aug 23, 2022, 10:28 AM IST

Updated : Aug 23, 2022, 11:11 AM IST

હિસાર: બીજેપી નેતા અને બિગ બોસ ફેમ અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું નિધન (Sonali Phogat passes away) થયું છે. સોનાલી ફોગાટનું ગોવામાં અવસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ સોનાલી ફોગાટનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.

સોનાલી ફોગાટનું મૃત્યુ: સોનાલી ફોગાટે (BJP leader Sonali Phogat ) 2019માં હરિયાણાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. તે રિયાલિટી શો બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે. જેમાં તે સિદ્ધાર્થ શુક્લાને પોતાનો મિત્ર પણ માનતી હતી. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ પણ હાર્ટ એટેકના કારણે જ થયું હતું.

આ પણ વાંચોઃ તિસ્તા સેતલવાડની જામીન અરજી પર SCએ ગુજરાત સરકારને નોટિસ ફટકારી

બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું સોમવારે રાત્રે ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેના મૃત્યુના થોડા સમય પહેલા સોનાલી ફોગાટે પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે તેણે ટ્વિટર એકાઉન્ટ પર પોતાનું પ્રોફાઈલ પિક્ચર પણ બદલ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે તેના કેટલાક સ્ટાફ મેમ્બર સાથે ગોવા ગઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર તેમના મૃત્યુના કારણની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ સીટી બસના કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરુણીની છેડતી કરી

સોનાલી ફોગાટ રિયાલિટી શો બિગ બોસ-14નો ભાગ હતી. આ શો દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા. તેણે કહ્યું હતું કે, તેના પતિના મૃત્યુ પછી એક વ્યક્તિ તેના જીવનમાં મોટો બદલાવ લઈને આવ્યો હતો, કેટલાક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યો ન હતો. જો કે, સોનાલીએ તે વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી.

Last Updated : Aug 23, 2022, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.