ETV Bharat / bharat

BJP Attacks Congress: રાહુલની અરજી પર ભાજપના પ્રહાર કહ્યું, કોંગ્રેસ આ અપીલ સામે ખેલ ખેલવા જઈ રહી છે

મોદી સરનેમ બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે વર્ષની સજા સામે આજે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરશે. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના તમામ નેતાઓ પણ હાજર રહેશે.

BJP Attacks Congress: રાહુલની અરજી પર ભાજપના પ્રહાર, કોંગ્રેસ આ અપીલ સામે ખેલ ખેલવા જઈ રહી છે

author img

By

Published : Apr 3, 2023, 12:22 PM IST

Updated : Apr 3, 2023, 12:55 PM IST

નવી દિલ્હી: મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં સજા વિરુદ્ધ અરજી દાખલ કરશે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બપોરે 2 વાગ્યે રાહુલ કોંગ્રેસના તમામ નેતાઓ સાથે કોર્ટમાં પહોંચશે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, કોંગ્રેસ આ અપીલ સામે ખેલ ખેલવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ Rahul Gandhi Appeal : રાહુલના કેસને લઈને નેતાઓના અનોખા નિવેદનો, દેશમાંથી કોંગ્રેસીઓનો સુરતમાં ખડકલો

રાહુલ ગાંધીએ OBC સમુદાયનું અપમાન કર્યુંઃ સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ તેમના પરિવારના બે સભ્યો છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે સુરત જઈ રહ્યા છે. ત્યાં તેઓ મોદી અટક માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે અપીલ કરશે અને હાહાકાર મચાવશે. એવું લાગે છે કે, તેઓ કોર્ટ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાત્રાએ વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે. પાર્ટી અને રાહુલ પર કટાક્ષ કરતા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે રાહુલની સદસ્યતા રદ કરવામાં આવી છે, તે કાયદો યુપીએ સરકાર દરમિયાન બનાવવામાં આવ્યો હતો. હવે આ લોકો સુરતમાં હંગામો મચાવશે. આને ખેલ ન કહેવાય તો શું કહેવાય.

  • राहुल गांधी जी, आपका न्यायपालिका में विश्वास क्यों नहीं है?

    क्यों भारत के लोकतंत्र के प्रति आपके भीतर वितृष्णा है?

    आखिर OBC समाज से आपको इतनी घृणा क्यों? pic.twitter.com/xFa7f58E8x

    — Sambit Patra (@sambitswaraj) April 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ Rahul Gandhi Aappeal: રાહુલ ગાંધી આજે સુરતમાં, માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાં અપીલ કરશે

રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલઃ તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ 4 વર્ષ પહેલા કર્ણાટકમાં એક રેલી દરમિયાન આ નિવેદન આપ્યું હતું. આ જ કેસની સુનાવણી કરતી વખતે ગુજરાત સેશન્સ કોર્ટે 23 માર્ચે સુનાવણી હાથ ધરી હતી અને ચુકાદો સંભળાવ્યો હતો. રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. મોદી સરનેમને લઈને રાહુલના નિવેદનથી આ સમુદાય દુઃખી થયો હતો. જેનાથી દુઃખી થઈને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

કોંગ્રેસ નેતાઓ દ્વારા સમર્થનઃ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત નીચલી કોર્ટે આપેલા ચુકાદાના વિરુદ્ધમાં અપીલ કરવા માટે સુરત આવી રહ્યા છે ત્યારે તેમના સમર્થનમાં સુરતમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ડરો મત, સત્યમેવ જયતે જેવા પોસ્ટરો લગાવી કોંગ્રેસ નેતાઓ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે.

Last Updated : Apr 3, 2023, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.