ETV Bharat / bharat

Punjab Assembly Election 2022: ભાજપે સિદ્ધુ સામે નિવૃત્ત IAS જગમોહન સિંહ રાજુને મેદાનમાં ઉતાર્યા

પંજાબમાં ભાજપે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Congress state president Navjot Singh Sidhu) અને શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલના સાળા બિક્રમ સિંહ મજીઠિયા સામે ભૂતપૂર્વ IAS જગમોહન સિંહ રાજુને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.

Punjab Assembly Election 2022: ભાજપે સિદ્ધુ સામે નિવૃત્ત IAS જગમોહન સિંહ રાજુને મેદાનમાં ઉતાર્યા
Punjab Assembly Election 2022: ભાજપે સિદ્ધુ સામે નિવૃત્ત IAS જગમોહન સિંહ રાજુને મેદાનમાં ઉતાર્યા
author img

By

Published : Jan 28, 2022, 9:54 AM IST

ચંદીગઢ: ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે આવતા મહિને યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી 2022 (Punjab Assembly Election 2022) માટે 27 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી, જેમાં કોંગ્રેસ છોડીને પાર્ટીમાં જોડાયેલા બે નેતાઓ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વિજય સાંપલાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ

મોડી રાત્રે પાર્ટીએ જગમોહન સિંહ રાજુને અમૃતસર પૂર્વ બેઠક પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના વરિષ્ઠ નેતા અને શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલના સાળા બિક્રમ સિંહ મજીઠિયા સામે મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી. તમિલનાડુ સરકારમાં મુખ્ય નિવાસી કમિશનર તરીકે તૈનાત રાજુએ 25 જાન્યુઆરીએ IASમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની માંગ કરી હતી.

મનજીત સિંહ મન્નાને પણ મેદાનમાં ઉતાર્યા

પાર્ટીએ અમૃતસર સેન્ટ્રલ સીટ પરથી રામ ચાવલાને અને બાબા બકલા (SC) સીટ પરથી મનજીત સિંહ મન્નાને પણ મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહની પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ ધીંડસાના નેતૃત્વવાળા શિરોમણિ અકાલી દળ (યુનાઈટેડ) સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે. સાથી પક્ષો સાથે થયેલી બેઠકોની વહેંચણી મુજબ, ભાજપ 65 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે.

આ પણ વાંચો: Punjab Assembly Election 2022: પંજાબમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ, 'કેપ્ટન'ની પાર્ટીના ભાગે આવી આટલી સીટો

ફતેહજંગ અને હરજોતને ટિકિટ

પાર્ટીએ ગુરુવારે બે વર્તમાન ધારાસભ્યો ફતેહજંગ સિંહ બાજવા અને હરજોત કમલને ટિકિટ આપી, જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કડિયાનના ધારાસભ્ય બાજવા આ વખતે બટાલાથી ચૂંટણી લડશે. કોંગ્રેસે તેમના મોટા ભાઈ પ્રતાપ સિંહ બાજવાને કડિયાનથી ઉમેદવાર જાહેર કર્યા છે. હરજોત કમલ તેમના વર્તમાન મતવિસ્તાર મોગાથી ચૂંટણી લડશે, જ્યાંથી કોંગ્રેસે અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદને ટિકિટ આપી છે. રષ્ટ્રીય અનુસૂચિત જાતિના અધ્યક્ષ વિજય સાંપલા ફગવાડાથી ચૂંટણી લડશે. આ ઉપરાંત ભાજપે લાંબી બેઠક પરથી રાકેશ ઢીંગરાને મેદાનમાં ઉતાર્યા છે જ્યાંથી પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલ ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો: Punjab Assembly Election 2022: કોંગ્રેસએ કર્યો એક વીડિયો ટ્વીટ, સીએમ નેતા માટે સોનૂ સુદે આપ્યો અભિપ્રાય

ભાજપે ચમકૌર સાહિબથી દર્શન સિંહ શિવજોતને ટિકિટ આપી

બીજેપીના રણદીપ સિંહ દેઓલ ધુરીથી આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ભગવંત સિંહ માન સામે ચૂંટણી લડશે. ભાજપે ચમકૌર સાહિબથી દર્શન સિંહ શિવજોતને ટિકિટ આપી છે, જેનું પ્રતિનિધિત્વ હાલમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કરી રહ્યા છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ ઈકબાલ સિંહ લાલપુરાને ભાજપે રૂપનગરથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.